________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૧૭ સરુનાં વચનો સાંભળતાં આત્માની નિર્મળતા થઈ સમકિતનો અપૂર્વ લાભ થયો તે સરુનું સ્વરૂપ કેવું અદ્ભુત હશે એ વિચારતાં શિષ્યને અહો ! અહો ! એવા ઉદ્ગારો નીકળ્યા છે. જેમ કોઈ સરોવર પરથી ઠંડો પવન આવીને સ્પર્શ છે તેથી અનુપમ શાંતિ થાય છે તે પરથી સરોવર કેવું ઉત્તમ હશે તેનો ખ્યાલ કરાય છે, તેવી રીતે શિષ્યને સરુના વચનથી અપૂર્વ શાંતિ આવી આત્મા જાગૃત થયો તે પરથી સદ્ગુરુની દશા કેવી શાંત, ગંભીર, જ્ઞાનયુક્ત હશે તે વિચારે છે. તે દશા શબ્દમાં વર્ણવી ન શકાય તેવી અદ્ભુત હોવાથી અહો ! અહો ! એમ આશ્ચર્ય ને પૂજ્યભાવના ઉદ્ગારો વ્યક્ત કર્યા છે. વળી સદ્ગુરુએ કરેલો ઉપકાર પણ આશ્ચર્યકારી છે.
જગતના લોકો કંઈ ને કંઈ સ્વાર્થથી લેવડદેવડ કરે છે. પરંતુ સત્યરુષ તો સંપૂર્ણ સ્વરૂપને પામ્યા છે અને આત્મસુખને પામ્યા છે તેથી તેમને જગતમાં કંઈ સ્વાર્થ નથી. માત્ર કોઈ જીવ આત્મસ્વરૂપ પામો એ જ હેતુથી તેમણે ઉપદેશ આપ્યો છે. વળી તેમણે આખા જગતના શિષ્ય થવાની ભાવના કરી છે તેથી માન રહિત છે, માનપૂજાથે બોલતા નથી. કરુણાસાગર છે. જ્ઞાની પુરુષનું જીવન બે અર્થે છે : ૧. પ્રારબ્ધ ભોગવવા, ૨. જગતના કલ્યાણને અર્થે; તેથી સાક્ષાત્ કરુણાની મૂર્તિ છે. તેમનો થોડો પરિચય થયો હોય તો તેમનું આ કરુણાસ્વરૂપ લક્ષમાં આવે કે સર્વ જીવ પ્રત્યે કેવી અગાઘ કરુણા હોય છે ! સદ્ગુરુનું અદ્ભુત સ્વરૂપ, કરુણા, ઉદારતા વિચારી પોતા તરફ જોતાં લાગે છે કે હું કેવો પામર છું! સદ્ગુરુ કરુણાથી મને બોઘ આપે છે પરંતુ હું તો અત્યંત પામર છું, યોગ્યતા રહિત સામાન્ય મનુષ્ય છું, છતાં