________________
૨ ૧૫
આત્મસિદ્ધિશાસ્ત્ર ભાવાર્થ – હવે કર્તા ભોક્તા પદ વિષે કહે છે કે જ્યારે આત્મા વિભાવમાં પરિણમે છે ત્યારે કર્મનો કર્તા અને ભોક્તા થાય છે. “ચેતન જો નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ,” તેને અનુસરીને કહે છે કે જો પોતાના સ્વરૂપમાં વૃત્તિ પરિણમે તો કર્મનો કર્તા કે ભોક્તા થાય નહીં. (૧૨૧)
અથવા નિજપરિણામ છે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨
અર્થ :- અથવા આત્મપરિણામ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, તેનો નિર્વિકલ્પસ્વરૂપે કર્તાભોક્તા થયો. (૧૨૨) - ભાવાર્થ - કર્મનો કર્તાભોક્તા થતો નથી ત્યારે આત્મામાં તો પરિણમે છે તેથી સ્વભાવનો કર્તા કહેવાય છે અને આત્માના સુખનો જ ભોક્તા પણ કહેવાય છે. સિદ્ધભગવાન પોતાના સ્વરૂપની અપેક્ષાએ કર્તા કહેવાય છે અને કર્મ વગેરે પરની અપેક્ષાએ અકર્તા છે. આત્મજ્ઞાન થતાં વૃત્તિ આત્મામાં સ્થિર થવાથી એ સિદ્ધદશાનો અનુભવ અંશે થયો. આત્માના અનુભવમાં “મારે કરવું છે,” “મેં કર્યું”, “મેં ભોગવ્યું” એવા વિકલ્પો થતા નથી. સહેજે આત્મામાં પરિણમન થાય છે. આત્મા શુદ્ધ થયા પછી તેનાં પરિણામ પણ શુદ્ધ ચેતનારૂપ થાય છે. તે શુદ્ધ ચેતનાનો કર્તા અને ભોક્તા કહેવાય છે. પોતાના શુદ્ધ ચેતનને ભોગવે છે ત્યાં “હું કરું છું”, “ભોગવું છું, એવા વિકલ્પ નથી. સહેજે પરિણમન થયા કરે છે. મોક્ષમાં પણ કાળદ્રવ્યને આઘારે આત્મા આત્મામાં સમયે સમયે પરિણમે છે તે પરિણમન નિર્વિકલ્પપણે થાય છે. બીજાં દ્રવ્યો પોતપોતામાં