________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૧૩ કરવા જે ઉપદેશ કર્યો છે તે જ અહીં કહ્યો છે. બઘાં શાસ્ત્રોનો સાર આ ગાથાઓમાં સમાવી દીધો છે. ઉપદેશ કરતી વખતે સદ્ગરુને પરમાં, વચનયોગમાં વર્તન કરવું પડ્યું તેથી હવે મૌન થઈને તેઓ પોતાને આવરણ દૂર થયાં હોવાથી જે સહેજે આત્માનો અનુભવ વર્તે છે તેમાં લીન થયા. (૧૧૮)
શિષ્યબોધબીજપ્રામકથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી કહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯
અર્થ - શિષ્યને સદ્ગુરુના ઉપદેશથી અપૂર્વ એટલે પૂર્વે કોઈ દિવસ નહીં આવેલું એવું ભાન આવ્યું, અને તેને પોતાનું સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું, અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. (૧૧૯)
ભાવાર્થ – સદ્ગરુએ અપૂર્વ ઉપકાર કરી આત્માર્થે ઉપદેશ આપ્યો તે સમજાવાથી શિષ્યને આત્માનું ભાન થયું, બોધ-બીજની પ્રાપ્તિ થઈ. તેથી શિષ્ય ગુરુનો ઉપકાર માને છે. વળી ગુરુનો પ્રભાવ જોતાં શિષ્યને ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ ઉત્પન્ન થઈ છે. જ્ઞાન થયા પછી જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે અપૂર્વ ભક્તિ પ્રગટે છે. અંતરાત્મા થયા પછી જીવ પરમાત્માની ભક્તિ આરાઘના કરવામાં તન્મય થાય છે.
પ્રથમ તો સરૂએ જે છ પદનો ઉપદેશ કર્યો તેનું સ્વરૂપ પોતાને સમજાયું છે તે ઉલ્લાસપૂર્વક ગુરુ પ્રત્યે કહી બતાવે છે કે જેથી તેમાં કંઈ ભૂલ હોય તો ગુરુ બતાવે.