________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૨૩
ભાવાર્થ :— આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એ છ સ્થાનક સમજાવીને શિષ્યની બધી શંકાઓ દૂર કરી અને આત્મા જેમ છે તેમ સ્પષ્ટ દેહાદિથી ભિન્ન બતાવ્યો. મ્યાનમાંથી તરવાર બહાર કાઢીને બતાવે તેમ દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરાવ્યો. સંસારમાં બધે સ્વાર્થની વાત છે. ખરી આત્મહિતની વાત મળવી બહુ દુર્લભ છે. સદ્ગુરુએ નિઃસ્પૃહભાવે આત્મા જેમ છે તેમ કહી બતાવ્યો અને જન્મ જરા મરણનાં દુઃખોનો નાશ કરનારો, આત્મામાં સ્થિર થવાનો માર્ગ પણ કહી બતાવ્યો, એ રીતે આત્માનો નિશ્ચય કરાવ્યો એ તેમનો કેટલો મહાન ઉપકાર છે ? આત્માનો અનુભવ થતાં દેહ ને આત્મા જુદાં જણાય. જેમ મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ હું આત્મા છું એમ જણાતાં દેહ ભિન્ન લાગે. સદ્ગુરુએ છ સ્થાનક સમજાવીને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કરાવ્યો એ તેમનો ઉપકાર માપી ન શકાય તેવો મહાન છે. (૧૨૭)
ઉપસંહાર
દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮
–
અર્થ :— છયે દર્શન આ છ સ્થાનકમાં સમાય છે. વિશેષ કરીને વિચારવાથી કોઈ પણ પ્રકારનો સંશય રહે નહીં. (૧૨૮) ભાવાર્થ :— જગતમાં જે મુખ્ય છ દર્શન કહેવાય છે તે આ