________________
૨૩૨
નિત્યનિયમાદિ પાઠ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩
અર્થ – ગચ્છમતની કલ્પના છે તે વ્યવહાર નથી, પણ આત્માર્થીના લક્ષણમાં કહી તે દશા અને મોક્ષોપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ આદિ કહ્યાં તે સવ્યવહાર છે, જે અત્રે તો સંક્ષેપમાં કહેલ છે. પોતાના સ્વરૂપનું ભાન નથી, અર્થાત્ જેમ દેહ અનુભવમાં આવે છે, તેવો આત્માનો અનુભવ થયો નથી, દેહાધ્યાસ વર્તે છે, અને જે વૈરાગ્યાદિ સાઘન પામ્યા વિના નિશ્ચય પોકાર્યા કરે છે, તે નિશ્ચય સારભૂત નથી. (૧૩૩)
ભાવાર્થ – ઘર્મમાં ગચ્છ ને મતના અનેક ભેદો છે. મુહપત્તી, વેષ, ઉપકરણ કે બાહ્યક્રિયાને આઘારે ભેદ પડ્યા છે તે ગચ્છભેદ કહેવાય છે તેમાં ખળી રહેવા જેવું નથી. જ્યાં સિદ્ધાંતમાં ભેદ પડ્યા ત્યાં જુદા જુદા મત, દર્શનો ઊભાં થયાં છે તેમાં પણ કંઈ કલ્પનાનુસાર પકડી બેસવા જેવું નથી. આ ગાથામાં અગાઘ અર્થ સમાયો છે. આત્મસિદ્ધિની એક એક ગાથા બહુ ગહન છે–લબ્ધિવાક્ય જેવી છે. મોટા ગચ્છમતના સ્થાપનારા મહાપુરુષો હતા તેઓ ક્યાં અટક્યા છે, તેમની ક્યાં ભૂલ થઈ છે તે તો કોઈ જ્ઞાની જ બતાવી શકે. જિજ્ઞાસુએ તો ગચ્છમતમાં ક્યાંય જોવા જેવું નથી.
કેટલાક નિશ્ચયનયવાદી સ્વસ્વરૂપના કે તેના માર્ગના લક્ષ વગર બધી ક્રિયાને ઉત્થાપે છે. પરિણામે જીવોનું શું થશે તેનો વિચાર કરતા નથી. જ્ઞાનીને તો અનંતી દયા છે. તેમને તો આત્મામાં દ્રષ્ટિ કરાવવી છે. તેથી નિશ્ચયનો લક્ષ રાખીને ક્રિયા