________________
૨૩૦
નિત્યનિયમાદિ પાઠ. તે ભોગવી લઈએ છીએ. આત્મા તો અસંગ છે. તેને બંઘાયેલો કહેવો એ ભૂલ છે. આત્મા દેહથી સર્વથા ભિન્ન છે, સિદ્ધ સમાન છે, માટે કંઈ કરવાની જરૂર નથી એમ માને. નિશ્ચયનયથી કર્મ રહિત દશાનું વર્ણન સાચી ભાવના જગાડવા કર્યું હોય છે, તે સાંભળીને સાઘન છોડી દેવા યોગ્ય નથી. સાઘન કર્યા વગર શુદ્ધ દશા પ્રાપ્ત ન થાય. પરંતુ તેને બદલે કહે કે આત્માને શું લાગે છે ? સારા ખોટા ભાવ આત્માને શું કરે ? જેમ આકાશ નિલેપ છે તેમ આત્મા નિર્લેપ છે. તેને કર્મ લાગતાં નથી. એમ વિચારી ઘર્મનાં સાઘન છોડી દે એટલું જ નહીં પરંતુ ખોટાં કાર્ય કરી પાપ બાંધે.
જ્ઞાન અને ક્રિયા બન્ને હોય તો મોક્ષ છે. સાઘન કરતી વખતે આત્માર્થ ન ભૂલવો. માનપૂજાથે તપ કરતાં ઊભો ને ઊભો સુકાઈ જાય તોપણ કામ ન આવે. એનાં એ જ સાઘન આત્માર્થ લક્ષમાં રાખીને કરે તો મોક્ષનાં કારણ થાય. યમનિયમમાં સાઘન જણાવ્યાં છે તે લક્ષ વગર કર્યા તેથી નિષ્ફળ ગયાં. સદ્ગુરુને આશ્રયે એ જ સાઘન કરે તો લક્ષપૂર્વક થાય.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.” - આત્મા જામ્યો છે એવા સદ્ગુરુ જ આત્માર્થ કરાવી શકે. સરુ મળે તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં ત્યાં તે રીતે સમજાય અને વર્તાય. માટે સદ્ગુરુની જરૂર છે. આજ્ઞાએ વર્તવાથી આત્માર્થ થાય. પોતાની મેળે તો ભૂલ થવાનો ભય છે. હોય મોહ અને માને કે હું નિરંતર આત્મામાં જ રહું છું. પરંતુ બે