________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૩૫
ભાવાર્થ :– નિશ્ચયનયથી વિચારતાં પ્રત્યેક જીવ સિદ્ધ જેવો છે. તેનામાં એ શક્તિ રહેલી છે. પણ તે પ્રગટ શાથી થાય ? તે કહે છે કે સદ્ગુરુની આજ્ઞા આરાધતાં અને જેઓ તે દશાને પામ્યા છે એવા જિનેશ્વરોનું સ્વરૂપ વિચારતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું ભાન પ્રગટે છે. જિનેશ્વરનું દર્શન કરતાં વિચારે કે તેઓ કેવી રીતે પૂર્ણ વીતરાગ થયા ? ચોથા ગુણસ્થાનથી બારમા સુઘી ક્રમે ક્રમે વીતરાગતા વધીને પૂર્ણ થાય છે. એમ ભગવાનનું સ્વરૂપ વિચારતાં પોતે પણ તે દશામાં પ્રયત્ન કરી શકે. જિનની દશા વિચારતાં પોતે શું કરવું તેનો લક્ષ બંધાય.
પાંચ સમિતિના પત્રમાં કૃપાળુદેવે બધી આવશ્યક ક્રિયા જ્ઞાનીની આજ્ઞાએ કરવી તે સમજાવ્યું છે. એમ આશાએ વર્તે તે સદ્ગુરુઆજ્ઞા છે; અને જિનેશ્વરનું સ્મરણ કરી એમની માફક સ્થિર થાય, જિનદશા વિચારી આત્મામાં સ્થિર રહે તે ત્રણ ગુપ્તિ છે. ચૈતન્ય જિનપ્રતિમા થા.” એમ કહ્યું છે. એમ સદ્ગુરુઆજ્ઞા અને જિનદશાના અવલંબનથી અથવા પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરાય છે.
નિશ્ચયનય કહે છે કે સર્વ જીવ છે સિદ્ધસમ. નિશ્ચયનય શુદ્ઘ દ્રવ્યને જ લક્ષમાં લે છે. વ્યવહારનય તો કર્મને પણ ગણતરીમાં લે છે તેથી કહે છે કે જે સમજે તે થાય. સદ્ગુરુની આજ્ઞામાં વર્તે અને જિનદશાનું લક્ષ રાખે તો આત્માને સમ્યક્ત્વ થાય અથવા સમજે અને પછી ક્રમે ક્રમે સિદ્ઘ દશાને પ્રાપ્ત થાય. (૧૩૫)