________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૩૩
કરવી એમ સમજાવે. એમ મર્મ બતાવીને પછી જો તે ઇચ્છે તો સન્ક્રિયા પણ બતાવે.
ધર્મને નામે જે અહંભાવ મમત્વભાવ થઈ જાય છે તે ગચ્છમતની કલ્પના આત્માનું હિત કરતી નથી તેથી તે સદ્વ્યવહાર નથી. મુહપત્તી વગેરેનો આગ્રહ, ચોથ-પાંચમના ઝઘડા વગેરે કલ્પનાઓ ઘર્મ નથી. કૃપાળુદેવે તો એટલે સુધી ચેતાવ્યા છે કે કોઈ ગચ્છમતનું પુસ્તક હાથમાં ન લેવું, નહીં તો જીવને આગ્રહ જેમ તેમ છૂટ્યા છે તે પાછા વળગી જાય. અનાદિકાળથી જીવને ગચ્છમતનો અભ્યાસ છે તે વિચારીને છોડી દેવો.
વ્યવહાર ધર્મમાં ત્યાગ વૈરાગ્ય બને તેટલો વધારવો અને સિદ્ધાંત વાત તો કોઈ જ્ઞાની પાસેથી જાણવી. જેને આત્માની ઓળખાણ હોય તે જ નિશ્ચયની વાત કરી શકે. પોતાની મેળે સિદ્ધાંત વાત ન સમજાય. જેને તેનો અનુભવ હોય તેના કહેવાથી સમજાય છે, પછી પોતાને અનુભવ થતાં યથાર્થ સમજાય છે. ત્યાં સુધી ભાવના એ જ રાખવી કે મારે આત્મસ્વરૂપ જાણવું છે. જ્ઞાનીને યોગે સૃષ્ટિ નિર્મળ થતી જાય તેમ તેમ સમજાય છે. (૧૩૩)
આગળ શાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ અર્થ :– ભૂતકાળમાં જે જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, વર્તમાનકાળમાં જે છે, અને ભવિષ્યકાળમાં થશે, તેને કોઈને માર્ગનો ભેદ નથી, અર્થાત્ પરમાર્થે તે સૌનો એક માર્ગ છે; અને તેને પ્રાપ્ત કરવા યોગ્ય વ્યવહાર પણ તે જ પરમાર્થસાધકરૂપે દેશ