________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૯૫
કર્મ આવરણ કરે છે તેથી કર્મના પ્રકાર પણ અનંત છે. અથવા તો ભાવ પ્રમાણે કર્મબંધ થાય છે, તે ભાવના ભેદ અનંત છે તેથી કર્મના પ્રકાર પણ અનંત છે. પરંતુ તેના વિભાગ પાડીએ તો મુખ્ય આઠ વિભાગ થાય છે જેમકે આત્માના અનંત ગુણોમાંથી આઠ મુખ્ય ગુણની ગણતરી કરાય છે. એ આઠ કર્મમાંથી પણ મુખ્યત્વે બધાં કર્મ બંધાવાનું કારણ એવું મોહનીયકર્મ છે. તેને દારૂની ઉપમા અપાય છે. જેમ દારૂ પીધેલો માણસ કેફથી ભાન ભૂલીને ઘણાં અયોગ્ય કાર્યો કરે છે તેવી રીતે દર્શનમોહનીય આત્માને અનેક વિપરીત માન્યતાઓ કરાવે છે. જેમ કે “દેહ તે હું છું,’ “વિષય ભોગમાં સાચું સુખ છે,’ “દેહ પવિત્ર છે,” ‘આત્મા નથી” વગેરે. આ વિપરીત માન્યતાઓથી તે કષાય સહિત વર્તે છે તેથી કર્મરજ ગ્રહણ કરે છે, તે આઠે કર્મમાં વહેંચાઈ જાય છે. આ રીતે મોહનીય કર્મ આઠે કર્મનું મૂળ છે. તેને નાશ કરે તો બધાં કર્મ નાશ પામે, તેથી મોહનીયને હણવાનો પાઠ કહે છે. શિક્ષકે પાઠ આપ્યો હોય તે પાકો શીખવો જોઈએ. તેમ આ મોહનીયને હણવાનો પાઠ હવે પછીની ગાથામાં કહેશે તે પાકો શીખી લે તો કામ થઈ જાય. (૧૦૨)
,,
કર્મ મોહર્નીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ અર્થ :— તે મોહનીયકર્મ બે ભેદ છે :– એક દર્શનમોહનીય' એટલે ‘પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિરૂપ'; બીજી ‘ચારિત્રમોહનીય’; ‘તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે