________________
૨૧૦
નિત્યનિયમાદિ પાઠ રહેવું એ જ મોક્ષ છે. મોક્ષ કંઈ બહારથી લાવવાનો નથી. આત્માનું પોતાનું શુદ્ધ સ્વરૂપ એ જ મોક્ષ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ એ દરેક આત્માના પોતાના ગુણ છે પરંતુ વિપરીત માન્યતાને લીધે તથા કષાય પરિણતિથી તે માનવામાં આવતું નથી. વળી કર્મના આવરણને લઈને તેનો અનુભવ થતો નથી. પરંતુ સદ્ગુરુ જ્ઞાનીએ જેમ છે તેમ જાણ્યું છે અને અનુભવ કરીને કહ્યું છે તે દ્રઢ રીતે માનવું જોઈએ. તેઓ કહે છે કે આત્માનું ખરું સ્વરૂપ સિદ્ધમાં છે તેવું અનંતદર્શન, અનંતજ્ઞાનવાળું અને સર્વ પ્રકારની બાઘા પીડાથી રહિત છે, તો તેમ માની લેવું. (૧૧૬)
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખઘામ; બીજું કહીએ કેટલું ? કર વિચાર તો પામ. ૧૧૭
અર્થ :- તું દેહાદિક સર્વ પદાર્થથી જુદો છે. કોઈમાં આત્મદ્રવ્ય ભળતું નથી, કોઈ તેમાં ભળતું નથી, દ્રવ્ય દ્રવ્ય પરમાર્થથી સદાય ભિન્ન છે, માટે તું શુદ્ધ છો, બોઘસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો; સ્વયં જ્યોતિ એટલે કોઈ પણ તને પ્રકાશનું નથી, સ્વભાવે જ તું પ્રકાશસ્વરૂપ છો; અને અવ્યાબાઘ સુખનું ઘામ છો. બીજું કેટલું કહીએ? અથવા ઘણું શું કહેવું? ટૂંકામાં એટલું જ કહીએ છીએ, જો વિચાર કર તો તે પદને પામીશ. (૧૧૭)
ભાવાર્થ - વળી તે સ્વરૂપ કેવું છે ? શુદ્ધ કષાય રાગદ્વેષરૂપ કર્મમલથી રહિત અત્યંત નિર્મળ પવિત્ર છે. સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ સર્વને જાણવા સમર્થ છે, જડના સંબંઘથી રહિત કેવળ ચૈતન્યની મૂર્તિ છે. અનેક યોનિમાં સંતાકૂકડી રમતાં એક