________________
૨૦૮
નિત્યનિયમાદિ પાઠ અહીં ફરી કહે છે. આત્માને ભૂલીને, દેહ તે હું એમ માનીને બધી પ્રવૃત્તિ કરે છે તેથી ગાઢ કર્મો બાંધે છે. હવે ભેદજ્ઞાન કરે, આત્મા ને દેહનાં લક્ષણો જુદાં છે તેમ વિચારે, જેમકે “જાણે છે તે આત્મા, ને નથી જાણતો તે દેહ” – એમ લક્ષણો વિચારીને એક્તા દૂર કરે. આત્માને સર્વથી જુદો જેમ છે તેમ અનુભવે તો અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે તે થાય નહીં તેથી કર્મનો કર્તા થાય નહીં. કર્મ ઉદયમાં આવે તેથી આત્માને ભિન્ન માને તેથી ભોક્તા પણ થાય નહીં. એમ કર્મ ને કર્મના ફળથી ભિન્ન આત્માને માને, અનુભવે તો કર્મ નિર્જરી જાય અને નવાં ન બંઘાય એ જ ઘર્મનું રહસ્ય છે. અહીં ઘર્મનો મર્મ ગુપ્ત રહસ્ય બતાવ્યું છે તે સમજી લઈ તે મુજબ વર્તવું જોઈએ.
અત્યારે ઘર્મને નામે અનેક માન્યતાઓ, ક્રિયાઓ ચાલે છે તેમાં ઘર્મ શું? એ જ ભુલાઈ જાય છે. અનાદિ કાળથી જીવને દેહ તે જ હું એમ થઈ ગયું છે અને દેહને થાય તે મને થાય છે, દેહનાં સગાં તે મારાં સગાં, મન, વચન, કાયાની ક્રિયા તે હું કરું છું, વિષય કષાયને ભોગવું છું એમ બધી અવળી માન્યતા થવાથી આખો સંસાર ઊભો થયો છે. “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી. અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું.” (૬૯૨) એમ ભેદજ્ઞાન કરવું. મારું સ્વરૂપ કેવું છે? શુદ્ધાત્મસ્વરૂપ છે, તે મેં જાણ્યું નથી પરંતુ સરુએ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે એવી ભાવના કરતાં મિથ્યાત્વ કર્મનું બળ ઘટે છે. ત્યારે પોતાના સ્વરૂપનું દર્શન થાય