________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૦૭ અર્થ – કરોડો વર્ષનું સ્વપ્ન હોય તો પણ જાગ્રત થતાં તરત શમાય છે, તેમ અનાદિનો વિભાવ છે તે આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. (૧૧૪)
ભાવાર્થ – અનાદિકાળથી જીવ વિભાવમાં=પરને જાણી તે રૂપ પોતાને માનવામાં વર્તે છે. હવે ઉપર મુજબ સ્વભાવમાં સ્થિરતા કરતાં કરતાં કેવલજ્ઞાન પ્રગટ કરે ત્યારે વિભાવનો સદાને માટે અંત આવે. જેમકે ઘણું લાંબું સ્વપ્ન આવ્યું હોય પરંતુ તેમાંથી જાગતાં લાંબો વખત લાગે નહીં, જરા વારમાં જાગૃત થઈ જવાય. ઘાતિયાં કર્મ આત્માની શક્તિઓને રોકી રહ્યાં હતાં, મૂર્શિત કરી રહ્યાં હતાં તેથી અજ્ઞાન નિદ્રામાં રહેલો તે વિભાવરૂપ સ્વપ્નાં જોતો હતો; તે ચારે કર્મોનો નાશ થતાં કેવળજ્ઞાન સૂર્ય પ્રગટ થયો તેથી સદાને માટે જાગૃત થયો. અજ્ઞાન અનાદિકાળનું હતું પરંતુ જ્ઞાન થતાં તે જતું રહ્યું. (૧૧૪)
છૂટે દેહાધ્યાસ તો, નહિ ત તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ઘર્મનો મર્મ. ૧૧૫
અર્થ - હે શિષ્ય ! દેહમાં જે આત્મતા મનાઈ છે, અને તેને લીધે સ્ત્રી પુત્રાદિ સર્વમાં અહંમમત્વપણું વર્તે છે, તે આત્મતા જો આત્મામાં જ મનાય, અને તે દેહાધ્યાસ એટલે દેહમાં આત્મબુદ્ધિ તથા આત્મામાં દેહબુદ્ધિ છે તે છૂટે, તો તું કર્મનો કર્તા પણ નથી, અને ભોક્તા પણ નથી; અને એ જ ઘર્મનો મર્મ છે. (૧૧૫)
ભાવાર્થ –બઘા દુઃખનું, અજ્ઞાનનું મૂળ કારણ દેહાધ્યાસ છે તે વિષે “ભાસ્યો દેહાધ્યાસથી” એ ગાથાઓમાં કહ્યું છે તે