________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૦૯ છે. એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (૬૯૨) રાગદ્વેષનો ક્ષય થાય એટલે કેવલજ્ઞાન પ્રગટે તેથી કહ્યું છે કે “આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવલજ્ઞાન રે.”
આ ગાથામાં ઘર્મનું રહસ્ય બતાવ્યું છે કે ઘર્મ તે શું ? ઘર્મના બઘાં સાઘનો દેહાધ્યાસ દૂર કરવા માટે છે. જેટલો દેહાધ્યાસ ઘટ્યો તેટલો ઘર્મ પરિણમ્યો કહેવાય. તેમાં પ્રથમ તો અવળી માન્યતા થઈ છે તે ફેરવીને સદ્ગુરુએ જેવું આત્માનું સ્વરૂપ જાણ્યું છે તેવું જ મારું સ્વરૂપ છે એમ શ્રદ્ધા થવી જોઈએ. દેહ સાથેની એક્તા જેટલી ઘટે તેટલા વિષય કષાય મોળા પડે. તેથી કર્મનું કર્તા-ભોક્તાપણું ટળે અને અનુક્રમે સર્વ કર્મબંઘથી રહિત થવાય. (૧૧૫)
એ જ ઘર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬
અર્થ - એ જ ઘર્મથી મોક્ષ છે, અને તું જ મોક્ષસ્વરૂપ છો; અર્થાત્ શુદ્ધ આત્મપદ એ જ મોક્ષ છે. તું અનંત જ્ઞાન દર્શન તથા અવ્યાબાધ સુખસ્વરૂપ છો. (૧૧૬).
ભાવાર્થ - જીવને અનાદિ કાળનો દેહાધ્યાસ થઈ ગયો છે તેને દૂર કરવો, આત્માને દેહથી ભિન્ન પોતાના સ્વરૂપે
ઓળખવો એ જ કહેવા માટે આત્મસિદ્ધિનું પ્રયોજન છે. વિભાવમાં પરિણમે છે તેને બદલે સ્વભાવમાં પરિણમવું એ ઘર્મ છે અને તે પ્રમાણે વર્તવાથી કર્મની નિર્જરા થઈ મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. આત્મા પોતાના સ્વરૂપમાં આવે, પરને પોતે માનવાનું મૂકી દે એ જ ઘર્મ છે; અને પોતાના સ્વરૂપમાં સ્થિર
14