________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૯૯ ભાવાર્થ – સદ્ગુરુ મળતા પહેલાં પોતાની પ્રતિકલ્પનાએ કોઈ મત કે દર્શનનો આગ્રહ થઈ ગયો હોય કે આથી જ મોક્ષ છે, આ જ ઘર્મ છે, જ્ઞાની તો આમ જ વર્તે વગેરે, તો તે આગ્રહ છોડી દેવા. વળી આગ્રહને દ્રઢ કરનારા અનેક વિકલ્પો હોય છે જેમકે આ ઘણા માને છે તેથી તે સાચું જ હોવું જોઈએ, લોકોમાં આમ જ સારું કહેવાય વગેરે બધા આગ્રહ તેમ જ વિકલ્પો છોડી દેવા અને મોક્ષ મેળવવા સરૂએ કહ્યું હોય તે જ પ્રમાણે વર્તવું. જેઓ પોતાના સર્વ આગ્રહો છોડીને જ્ઞાની સદ્ગુરુના બોઘ અનુસાર, સરુ આજ્ઞાએ વર્તશે, ઉપર કહ્યો તેવો મોક્ષમાર્ગ આરાઘશે, તેઓ બે ચાર એમ અલ્પ થોડા ભવ કરીને ભવબંઘનથી મુક્ત થશે. સદ્ગુરુનો બોઘ માન્ય કરે અને તે જ પ્રમાણે વર્તે તો જીવ થોડા પ્રયાસ ને થોડા કાળમાં મોક્ષ પામે છે. “અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવલજ્ઞાન પામે.” (પત્ર ૨૦૦) (૧૦૫)
ષપદનાં ષપ્રશ્ન તેં, પૂક્યાં કરી વિચાર; તે પદની સવાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬
અર્થ - હે શિષ્ય ! તેં છ પદનાં છ પ્રશ્નો વિચાર કરીને પૂક્યાં છે, અને તે પદની સર્વાગતામાં મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચય કર. અર્થાત્ એમાંનું કોઈ પણ પદ એકાંતે કે અવિચારથી ઉત્થાપતાં મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. (૧૦૬)
ભાવાર્થ – શિષ્ય કહ્યું હતું કે પાંચ શંકાઓનું તો પૂરેપૂરું