________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૨૦૩ પોતાની સર્વ સમજણ સરુના બોઘને લક્ષે ફેરવી નાખે. ઘાર્મિક વિચારો, અરિહંત-સિદ્ધનું સ્વરૂપ વગેરે પ્રથમ ઓઘસંજ્ઞાએ સમજતો હતો તે સર્વમાં સદ્ગુરુ મળ્યા પછી પરિવર્તન થઈ જાય. સદ્ગુરુના લક્ષે વર્તતાં અરિહંત-સિદ્ધના આત્માની દશા આ પ્રકારની હોય એ સમજાય. એ પ્રમાણે સદ્ગુરુના લક્ષે લક્ષ કરવો, તેમની આજ્ઞાને અનુસરવી અને તેમની ભક્તિ, ગુણસ્મરણ કરવાં તે વ્યવહારસમકિત છે. આ વ્યવહારસમકિત નિશ્ચયસમતિ થવાનું કારણ છે. એટલું જ નહીં પરંતુ ઠેઠ બારમા ગુણસ્થાનના અંત સુધી જ્ઞાનીપુરુષનું અને તેમના વચનના આશયનું અવલંબન અવશ્યનું છે. જ્યારે સમકિતને આવરણ કરનારી સાત પ્રકૃતિઓનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે નિશ્ચયસમકિત થયું કહેવાય. ત્યારે આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. ત્રણે સમકિત શુદ્ધ આત્માનો જ અનુભવ કરાવે છે પરંતુ કર્મ સત્તામાં વધુ ઓછાં હોય તે અપેક્ષાએ ભેદ કહેવાય છે. ગમે તે અવસ્થામાં કે પક્ષમાં જો નિશ્ચય સમતિ થાય તો ત્યાં આત્માનો અનુભવ તો એક જ પ્રકારનો હોય છે. અનુભવમાં કોઈ ભેદ કે પક્ષ નથી.
વ્યવહાર સમકિતમાં ભેદ હોય છે કેમકે જુદા જુદા જ્ઞાનીનું અવલંબન હોય, તેમનાં વચનો પણ ભિન્ન ભિન્ન હોય, તેમણે કરેલી આજ્ઞા પણ વ્યક્તિગત ભિન્ન હોય, ભક્તિના ભેદ પણ જુદા જુદા હોય એમ અપેક્ષાએ ભેદ હોય છે. પરંતુ નિશ્ચય સમકિતમાં તો આત્માનો અનુભવ કરવાનો હોય છે એટલે તેમાં
૧. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમકિતમોહનીય, અનંતાનુબંધી ક્રોઘ-માન-માયા-લોભ