________________
૨૦૧
આત્મસિદ્ધિશાસ્ત્ર ઘટાડી-ક્ષય કરી વીતરાગ થાય તે અવશ્ય મુક્તિ મેળવે. એટલે કે મોક્ષમાર્ગ તો સર્વ જીવો માટે એકસરખો છે. તે આત્મામાં જ રહ્યો છે અને ગમે તે જાતિમાં કે વેષે પુરુષાર્થ કરીને પોતાનો ભાવ ફેરવે તો સાધી શકાય છે. સાચો માર્ગ મળ્યો હોય, માન્ય કર્યો હોય, પરંતુ તે પ્રમાણે વર્તે નહીં, પુરુષાર્થની કચાશ રાખે તો તેટલો વિલંબ થાય. આ ભવે સાચા સદ્ગુરુ મળ્યા છે તો કેટલી આત્માની શક્તિ હોય તેટલો કર્મ ખપાવવા માટે પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ, તો જ આત્મસિદ્ધિ કરી કહેવાય. (૧૦૭)
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીંએ જિજ્ઞાસ. ૧૦૮
અર્થ - ક્રોધાદિ કષાય જેના પાતળા પડ્યા છે, માત્ર આત્માને વિષે મોક્ષ થવા સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, અને સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે; તેમ જ પ્રાણી પર અંતરથી દયા વર્તે છે, તે જીવને મોક્ષમાર્ગનો જિજ્ઞાસુ કહીએ, અર્થાત્ તે માર્ગ પામવા યોગ્ય કહીએ. (૧૦૮)
ભાવાર્થ – આત્મજ્ઞાનનો સાચો ઇચ્છક-જિજ્ઞાસુ ક્યારે કહેવાય કે જો કષાયો ઘટાડતો હોય તો. વળી તે જીવને સંસારમાં કિંચિત્ સાચું સુખ નથી જ એમ સમજાય તેથી સર્વ શુભાશુભ કર્મને છેદીને મોક્ષ મેળવવાની તત્પરતા હોય. સંસારાર્થે કંઈ જ કરવું નથી, માત્ર મોક્ષ અર્થે જ બઘો પુરુષાર્થ કરવો છે એવી કૃઢતાપૂર્વક વર્તે, સંસારને એકાંત ક્લેશરૂપ માને, સંસારના ત્રિવિધ તાપથી આત્મા દુઃખી થઈ રહ્યો છે તેથી હવે તેને