________________
૨૦૪
નિત્યનિયમાદિ પાઠ
ભેદ પડતો નથી. શ્વેતાંબર, દિગંબર ગમે તે તીર્થમાં કે કાળમાં જો આત્માનો યથાર્થ અનુભવ થાય તો તે સરખો જ છે. તેથી નિશ્ચય સમકિતમાં ભેદ નથી. આત્માનો અનુભવ થવારૂપ જે ધર્મ છે ત્યાં કંઈ ભેદ નથી. જેમ કે મૂળ મારગમાં કહ્યું છે : “પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. ’ (૧૧૦)
વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ અર્થ :– આત્મસ્વભાવનો જ્યાં અનુભવ, લક્ષ, અને પ્રતીત વર્તે છે, તથા વૃત્તિ આત્માના સ્વભાવમાં વહે છે, ત્યાં પરમાર્થે સમકિત છે. (૧૧૧)
ભાવાર્થ :— અહીં મુખ્યત્વે પરમાર્થ સમકિત એટલે સાચા સમકિતની વાત છે. કેટલાક સમિત ન થયું હોય છતાં થયું છે એમ માની લે છે; એવા કહેવાતા સમકિતની વાત નથી. એક વાર સમકિત થયું પછી સાધકની ભાવના તો અનુભવમાં સ્થિર રહેવાની જ હોય પરંતુ તેને ચારિત્રમોહનો ઉદય આવ્યા કરે છે, તેથી અનુભવમાં સ્થિર રહી શકાતું નથી. વળી દેહનાં અને સંસારનાં કાર્યોમાં પણ પ્રવર્તવું પડે છે ત્યારે હું આત્મા છું, દેહથી ભિન્ન છું, મારે મારા આત્મસ્વરૂપમાં જ સ્થિર થવું છે એવો લક્ષ, ખેંચાણ, રુચિ રહે. અન્ય કાર્યો કરતાં લક્ષ આત્મા તરફ રાખે. આત્મા સિવાયનાં કાર્યો નછૂટકે કરે. સમિતિપૂર્વક વર્તે. ક્વચિત્ અન્ય કાર્યમાં તન્મયતા થતાં આત્માનો લક્ષ સ્મૃતિ વીસરી જવાય તોપણ હું આત્મા છું એવો જે અનુભવ થયો છે તેની શ્રદ્ધા પ્રતીતિ ન જાય. ઊંઘમાં કે એવે વખતે કદાચ