________________
૨૦૨
નિત્યનિયમાદિ પાઠ કર્મબંધનથી મુક્ત કેમ કરવો? એવી સાચી અંતરદયા પ્રગટે. મોક્ષ માટે તત્પર થયેલાને સર્વ પ્રાણી પ્રત્યે પણ દયા હોય છે. તે પણ અંતરદયા હોય કે તેઓ સંસારનાં સુખ પામે તે કરતાં પણ તેમના આત્માનું કલ્યાણ કેમ થાય અને સંસારથી છૂટી મોક્ષ કેમ પ્રાપ્ત કરે ! એવી પોતાની ને પરની સાચી દયા આત્માર્થી જિજ્ઞાસુને હોય છે. (૧૦૮)
તે જિજ્ઞાસું જીવને, થાય સગુબોઘ; તો પામે સમકિતને, વર્તે અંતરશોઘ. ૧૦૯
અર્થ - તે જિજ્ઞાસુ જીવને જો સદ્ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય તો તે સમકિતને પામે, અને અંતરની શોઘમાં વર્તે. (૧૦૯)
ભાવાર્થ - આવો જિજ્ઞાસુ યોગ્ય જીવ હોય તેને સાચા જ્ઞાની સદ્ગુરુ મળે ને તેમનો બોઘ પરિણમે તો તેને સાચી શ્રદ્ધારૂપ વ્યવહાર સમક્તિ થાય. તેથી પછી તે જીવ પોતાના દોષો શોઘીને અંતર શુદ્ધ કરવામાં પ્રવર્તે. અંતરાત્મા થયો તો પછી કષાયો ઘટાડવા પુરુષાર્થ કરે. (૧૦૯).
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
અર્થ - મત અને દર્શનનો આગ્રહ છોડી દઈ જે સદ્ગુરુને લક્ષે વર્તે, તે શુદ્ધ સમકિતને પામે કે જેમાં ભેદ તથા પક્ષ નથી. (૧૧૦).
ભાવાર્થ - સત્પરુષ મળ્યા પહેલાં પોતાની માન્યતામાં કોઈ મત દર્શનના આગ્રહ થઈ ગયા હોય તે છોડી દે અને