________________
૨૦૦
નિત્યનિયમાદિ પાઠ
સમાધાન થયું પણ છઠ્ઠા મોક્ષઉપાયની શંકા રહી હતી તેનું સમાધાન થઈ જાય તો તો સદ્ભાગ્યનો ઉદય એટલે સમતિ થઈ જાય ! તેના ઉત્તરમાં કહે છે કે તેં છયે પદના છ પ્રશ્નો બહુ ઉત્તમ વિચારપૂર્વક પૂછ્યા છે. જગતના ઘણા વિચારકોને આત્માસંબંધી શંકા થાય છે તે શિષ્યે પૂછેલા આ છ પદમાં સમાવેશ પામે છે. એ છ પદમાં ક્યાંય શંકા ન રહે એમ સર્વાંગે સદ્ગુરુએ સમાધાન કર્યું છે તે સમજે, વિચારે અને છયે પદ સર્વાંગ માન્ય થાય તો સમતિ થાય એટલે એ જ મોક્ષમાર્ગ નિર્ધાર, નક્કી માન. (૧૦૬)
જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭
અર્થ :— જે મોક્ષનો માર્ગ કહ્યો તે હોય તો ગમે તે જાતિ કે વેષથી મોક્ષ થાય, એમાં કંઈ ભેદ નથી. જે સાથે તે મુક્તિપદ પામે; અને તે મોક્ષમાં પણ બીજા કશા પ્રકારનો ઊંચનીચત્વાદિ ભેદ નથી, અથવા આ વચન કહ્યાં તેમાં બીજો કંઈ ભેદ એટલે ફેર નથી. (૧૦૭)
ભાવાર્થ :—સદ્ગુરુનો બોધ સાંભળવો, માન્ય થવો, છ પદમાં કહ્યા પ્રમાણે શ્રદ્ધા થવી; ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ વગેરેથી ક્રોધાદિ કષાયોને જીતવા એ રૂપ જે મોક્ષમાર્ગ છે તે કોઈ સ્ત્રી કે પુરુષ કે બ્રાહ્મણ આદિ જાતિ હોય તો જ બને એવું નથી; અથવા તો અમુક વેષ પહેરવાથી જ બને એમ નથી. ગમે તે જાતિમાં કે વેષમાં પણ જે કોઈ જીવ સદ્ગુરુનો બોધ સમજે, તે અનુસાર આત્માની સાચી શ્રદ્ધા કરે, અને પોતાના કષાયો