________________
નિત્યનિયમાદિ પાઠ
અર્થ :—‘સત્' એટલે ‘અવિનાશી' અને ‘ચૈતન્યમય’ એટલે ‘સર્વભાવને પ્રકાશવારૂપ સ્વભાવમય' ‘અન્ય સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એવો’, ‘કેવળ’ એટલે ‘શુદ્ધ આત્મા’ પામીએ, તેમ પ્રવર્તાય તે મોક્ષમાર્ગ છે. (૧૦૧)
૧૯૪
ભાવાર્થ :— આત્મા સત્ોવારૂપ દ્રવ્ય છે અને તેનું લક્ષણ ચૈતન્ય—જ્ઞાનદર્શન છે. તે જેમ છે તેવું જ સ્વરૂપ જેથી પમાય તે મોક્ષનો માર્ગ છે. આત્માને નહીં જાણનારા ઘણા તેને ભાસપણે કલ્પે છે, મને આત્માનાં દર્શન થયાં એમ માની લે છે. કોઈ શ્વાસ રોકવાને આત્મા માને, કોઈ પ્રકાશ વગેરે દેખાય તેને આત્મા માને. વળી શરીરમાં જીવ છે કે નહીં તે શ્વાસ હલનચલન વગેરેથી જણાય છે, તે પરથી શ્વાસ, ક્રિયા વગેરેને આત્માનાં લક્ષણ કલ્પે છે. એવા ખોટા આભાસ વગર, વિશેષ નહીં, તેમ ઓછું નહીં, જેમ છે તેમ કેવળ=શુદ્ધાત્માનું સ્વરૂપ અનુભવવું તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. આ ગાથામાં શુદ્ધાત્માના અનુભવરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ બતાવી આપ્યો છે. (૧૦૧)
કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ અર્થ :– કર્મ અનંત પ્રકારનાં છે, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીયકર્મ હણાય તેનો પાઠ કહું છું. (૧૦૨)
ભાવાર્થ :– હવે શિષ્યે શંકાઓ કરી હતી તેનું સમાધાન કરે છે. ‘કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ?'' એમ પૂછ્યું હતું તેના ઉત્તરમાં કહે છે કે આત્માના અનંત ગુણો છે તે બધાને