________________
૧૯૬
નિત્યનિયમાદિ પાઠ સ્થિરતા થાય, તે સ્થિરતાને રોઘક એવા પૂર્વસંસ્કારરૂપ કષાય અને નોકષાય” તે ચારિત્રમોહનીય. | દર્શનમોહનીયને આત્મબોઘ, અને ચારિત્રમોહનીયને વીતરાગપણે નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમકે મિથ્થાબોઘ તે દર્શનમોહનીય છે; તેનો પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે. અને ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગભાવ છે. એટલે અંઘકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે,–તે તેનો અચૂક ઉપાય છે,–તેમ બોઘ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંઘકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. (૧૦૩).
ભાવાર્થ :- મોહનીયકર્મના બે પ્રકાર છે; દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. | દર્શનમોહને હણવા માટે શાસ્ત્રજ્ઞાન એકલું પૂરતું નથી તે બતાવવા “બોઘ” શબ્દ વાપર્યો છે. એટલે કે જેમણે દર્શનમોહને હણી બઘી વિપરીત માન્યતાઓ ટાળી છે અને પોતે મોક્ષમાર્ગમાં જ વર્તે છે એવા સદ્ગુરુ મળે, તેઓ અનુભવને આઘારે ઉપદેશ આપી સાચી માન્યતાઓ સમજાવે, તે સાંભળતાં, વિચારતાં, પરિણમાવતાં જીવને પોતાની ભૂલો સમજાય અને સત્પરુષ પ્રત્યે અપૂર્વ પ્રેમભક્તિ જાગે ત્યારે પોતાના સ્વરૂપની ઝાંખી થાય છે. મારું સ્વરૂપ જ્ઞાની કહે છે તેવું જ છે એમ માન્ય થાય, તે પ્રાપ્ત કરવા જ્ઞાનીના કહેવા મુજબ રાગદ્વેષ ઓછા થાય તેમ વર્તવા માંડે ત્યારે ચારિત્રમોહ એટલે સંસારની આસક્તિ, કષાયો વગેરે મોળા પડે અને કર્મની સ્થિતિ