________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૮૭ અર્થ :- મોક્ષપદ કદાપિ હોય તો પણ તે પ્રાપ્ત થવાનો કોઈ અવિરોઘ એટલે યથાતથ્ય પ્રતીત થાય એવો ઉપાય જણાતો નથી, કેમકે અનંત કાળનાં કર્મો છે, તે આવા અલ્પાયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય ? (૯૨)
ભાવાર્થ :- અહીં શિષ્યને શંકા થાય છે કે અનાદિ કાળથી જે કર્મો બાંધ્યાં છે તે બઘાને હવે એકાએક દૂર કરી શકે એવો અચૂક ઉપાય મળે એમ લાગતું નથી. અવિરોઘ=માન્ય થાય એવો, ભૂલ વગરનો, અચૂક કાર્ય કરે એવો ઉપાય મને જણાતો નથી, માટે અનાદિ કાળનાં કર્મો શી રીતે છેદાય તે કહો. (૯૨)
અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩
અર્થ - અથવા કદાપિ મનુષ્ય દેહનાં અલ્પાયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ, તોપણ મત અને દર્શન ઘણાં છે, અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે, અર્થાત્ કોઈ કંઈ કહે છે અને કોઈ કંઈ કહે છે, તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી. (૯૩) | ભાવાર્થ – વળી જગતમાં અનેક ઘર્મોના મત ને દર્શન તે મોક્ષ થવા ભિન્ન ભિન્ન ઉપાયો બતાવે છે તેમાંથી કયો સાચો ને કાર્યકારી છે તે સમજાતું નથી. વિવેક સાચા-ખોટાનો ભેદ મારાથી પાડી શકાતો નથી. (૯૩).
કઈ જતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪