________________
૧૮૬
નિત્યનિયમાદિ પાઠ તો હવે એમાં વિર્ય ફોરવવું અને આત્માને અનાદિ બંધનથી છોડાવવો. (૯૦).
દાદિક સંયોગન, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભોગ. ૯૧
અર્થ - દેહાદિ સંયોગનો અનુક્રમે વિયોગ તો થયા કરે છે, પણ તે પાછો ગ્રહણ ન થાય તે રીતે વિયોગ કરવામાં આવે તો સિદ્ધસ્વરૂપ મોક્ષસ્વભાવ પ્રગટે, અને શાશ્વતપદે અનંત આત્માનંદ ભોગવાય. (૯૧)
ભાવાર્થ - કર્મ રહિત મુક્ત આત્મા મોક્ષમાં વસે છે. શુભાશુભ કર્મને લઈને દેહની પ્રાપ્તિ છે, દેહને આઘારે અનેક બાહ્ય પદાર્થોનો સંયોગ થાય છે. તે નિમિત્તે રાગદ્વેષ થઈ કર્મ બંઘાય છે એમ અનાદિ કાળથી સંસારમાં રહ્યો છે. હવે દેહાદિ સર્વ પર દ્રવ્યથી આત્મા મુક્ત થાય, ફરી પાછો કદી પણ દેહાદિનો સંયોગ ન થાય એવી રીતે સર્વ કાળ માટે આત્યંતિક વિયોગ થાય એટલે કે સર્વ કર્મનો સર્વથા ક્ષય કરે ત્યારે તે સિદ્ધ થાય અને મોક્ષરૂપી શાશ્વતપદમાં પોતાના અનંત સહજાત્મસુખનો અનુભવ કરે. ત્યાં દેહાદિ સંયોગ અને સંસારનાં દુઃખોનો સદાને માટે નાશ અને આત્માના અનંતસુખનો સદાને માટે અનુભવ પ્રાપ્ત થાય છે. એવું તે મોક્ષરૂપી શાશ્વતપદ છે તેને કર્મ રહિત થયેલો સિદ્ધ જીવ પામે છે. (૯૧)
(૬) શંકા-શિષ્ય ઉવાચ હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોઘ ઉપાય; કમ કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨