________________
૧૮૮
નિત્યનિયમાદિ પાઠ અર્થ - બ્રાહ્મણાદિ કઈ જાતિમાં મોક્ષ છે, અથવા કયા વેષમાં મોક્ષ છે, એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે, કેમકે તેવા ઘણા ભેદો છે, અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. (૯૪)
ભાવાર્થ - જગતમાં જાતિ વેષના પણ ઝઘડા બહુ ચાલે છે. કોઈ બ્રાહ્મણને જ મોક્ષ કહે, કોઈ સ્ત્રીનો મોક્ષ નથી એમ કહે. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી એમ સાઘુના અનેક વેષ તેમ ગૃહસ્થવેષ વગેરે છે તેમાં કયે વેષે અને કઈ જાતિમાં મોક્ષ થાય તે નક્કી સમજાતું નથી. આવી રીતે મોક્ષના ઉપાય ભિન્ન ભિન્ન ઘર્મમાં ભિન્ન ભિન્ન કહ્યા છે. જો મોક્ષનો માર્ગ હોય તો બઘા ઘર્મો તે એક જ રૂપે બતાવે પરંતુ તેથી ઊલટું પરસ્પર વિરોઘી ઉપાયો બતાવે છે તેથી એ બઘા જ ખોટા છે એમ લાગે છે. ઘર્મમાં ઘણા ભેદો પડી ગયા છે એ દોષ છે. (૯૪)
તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય;
જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ અર્થ - તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી, માટે જીવાદિનું સ્વરૂપ જાણવાથી પણ શું ઉપકાર થાય ? અર્થાત્ જે પદને અર્થે જાણવાં જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે. (૫)
ભાવાર્થ – તેથી મને તો મોક્ષનો ઉપાય હોય એ મનાતું નથી. અને જો મોક્ષ મેળવી શકાય નહીં તો આત્મા છે વગેરે જાયું તેથી શો લાભ? મોક્ષ ન થાય તો આત્માનું જ્ઞાન નિષ્ફળ છે. (૯૫)