________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૮૯ પાંચે ઉત્તરથી થયું, સમાઘાન સવંગ;
સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
અર્થ - આપે પાંચે ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાઘાન થયું છે, પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદ્ભાગ્યનો ઉદય ઉદય થાય. અત્રે “ઉદય” “ઉદય બે વાર શબ્દ છે, તે પાંચ ઉત્તરના સમાઘાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. (૯૬) | ભાવાર્થ – આપે કૃપા કરીને આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે-એ પાંચ પ્રશ્નના ઉત્તર આપીને સમજાવ્યું, તે મને પૂરેપૂરું સમજાયું છે. તેમાં કંઈ શંકા રહી નથી. હવે એક મોક્ષનો ઉપાય જો સમજાય તો મારું અહોભાગ્ય થાય. પાંચ ઉત્તરથી શિષ્ય મોક્ષ સુધીની શ્રદ્ધા દ્રઢ કરી છે. હવે તેને મોક્ષ કરવાની પરમ જિજ્ઞાસા થઈ છે. તે એવી કે જો મોક્ષનો ઉપાય મળે તો તેના પુરુષાર્થમાં મંડી પડે. તેને છોડે નહીં અને મોક્ષરૂપ આત્મકલ્યાણ જરૂર કરી લે. જગતના મતોથી મોક્ષનો ઉપાય જડે તેવો નથી પરંતુ તેને સદ્ગમાં શ્રદ્ધા છે કે તેઓ જરૂર મોક્ષનો ઉપાય પણ બતાવશે જ અને તે આરાઘતાં પોતે મોક્ષ પણ મેળવશે જ. એવી પોતાની તત્પરતા થઈ છે તેથી ઉલ્લાસમાં આવી જઈ કહ્યું છે કે હું મોક્ષનો ઉપાય સાંભળું એટલી જ વાર છે. ઉપાય સમજાય એટલે મારો મોક્ષ અથવા તો સદ્ભાગ્યનો ઉદય થયો જ સમજવો. અહીં જીવની પાત્રતા એટલે ગુરુ બતાવે તે કરવાની તત્પરતા બતાવી છે. એવી તૈયારી પોતાની હોય તો જ પછી સદ્ગુરુ ઉપદેશ આપે તે પરિણમે. બે વાર ઉદય ઉદય કહ્યું તે શિષ્યને ઉલ્લાસપૂર્વક