________________
૧૯૦
નિત્યનિયમાદિ પાઠ આનંદ થયો છે તે સૂચવે છે. શરૂઆતમાં જગતના મતોનો વિચાર કરતાં તો મોક્ષપ્રાપ્તિ નથી એમ લાગ્યું પરંતુ પછી સગુરુને શંકા કહેતાં તેના ભાવો ફર્યા અને અવશ્ય મોક્ષઉપાય પણ સદ્ગુરુ બતાવશે ને મારું પરમ કલ્યાણ થશે જ એવો શ્રદ્ધાયુક્ત ભાવ થયો છે. (૯૬)
(૬) સમાધાન–સથુરુ ઉવાચ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭
અર્થ - પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીતિ થશે. અત્રે “થશે અને ‘સહજએ બે શબ્દ સદ્ગુરુએ કહ્યા છે તે જેને પાંચે પદની શંકા નિવૃત્ત થઈ છે તેને મોક્ષોપાય સમજાવો કંઈ કઠણ જ નથી એમ દર્શાવવા, તથા શિષ્યનું વિશેષ જિજ્ઞાસુપણું જાણી અવશ્ય તેને મોક્ષોપાય પરિણમશે એમ ભાસવાથી (તે વચન) કહ્યાં છે; એમ સદ્ગુરુનાં વચનનો આશય છે. (૯૭)
ભાવાર્થ - શિષ્યને મોક્ષ-ઉપાય જાણી લેવાની ખૂબ ઉતાવળ થઈ છે તેને શાંત પાડતાં સદ્ગુરુ કહે છે કે તું ઉતાવળો થઈને આ શંકાઓ ન કર. આત્મા વિષેના પાંચ ઉત્તરો તને સમજાયા છે, આત્મા છે.. મોક્ષ છે ત્યાં સુધી પાંચે બાબતની તને દૃઢ શ્રદ્ધા થઈ છે, તો હવે મોક્ષ ઉપાય પણ તને સહેલાઈથી સમજાશે. પ્રથમ પાંચ પદ સમજાયાં, દૃઢ શ્રદ્ધા થઈ, તો મોક્ષનો