________________
૧૭૮
નિત્યનિયમાદિ પાઠ કાર્યનો પાર રહે નહીં અને ઉપર બતાવ્યું તેમ ઈશ્વર ઘણા દોષયુક્ત ઠરે. એવા દોષયુક્તને ઈશ્વર કહેવાય નહીં. (૮૦)
ઈશ્વરસિદ્ધ થયા વિના, જગતનિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહિ કોય.૮૧
અર્થ :- તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનાં કોઈ સ્થાનક પણ ઠરે નહી, એટલે જીવને કર્મનું ભોસ્તૃત્વ ક્યાં રહ્યું? (૮૧)
ભાવાર્થ :- તેમ છતાં જગતનિયંતા ઈશ્વરને ન માનીએ તો આ મહાન જગતની વ્યવસ્થા કેવી રીતે ચાલે ? સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષ્કો, નારક દેવ આદિની ભૂમિઓ વગેરે કર્મ ભોગવવાનાં ખાસ સ્થળો પણ કોણ બનાવે ? (૮૧)
(૪) સમાધાન-સદ્ગર ઉવાચ ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ;
જીવવીર્યની સ્કુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ અર્થ - ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય સ્કુરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. (૮૨) | ભાવાર્થ – “શું સમજે જડ કર્મ ? કહ્યું હતું તેના જવાબમાં કહે છે કે કર્મ ચેતન પણ છે. આત્માના શુભાશુભ ઉપયોગરૂપ ભાવ કર્મ છે. તેથી જીવનું વીર્ય સ્કુરાયમાન થઈને