________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૮૧ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; . કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ અર્થ - ફળદાતા ઈશ્વરની એમાં કંઈ જરૂર નથી. ઝેર અને અમૃતની રીતે શુભાશુભ કર્મ સ્વભાવે પરિણમે છે; અને નિસત્ત્વ થયેથી ઝેર અને અમૃત ફળ દેતાં જેમ નિવૃત્ત થાય છે, તેમ શુભાશુભ કર્મને ભોગવવાથી તે નિસત્ત્વ થયે નિવૃત્ત થાય છે. (૮૫).
ભાવાર્થ - ફળ આપવાની અદ્ભુત શક્તિ તે બંઘાયેલા કર્મપુદ્ગલમાં સ્વભાવથી જ રહી છે. ભાવકર્મ થતાં જડકર્મમાં તે શક્તિ પ્રગટીને દ્રવ્યકર્મરૂપે બંઘાય છે, તે કાળ પાળે ફળ આપીને નિજરે છે. કર્મનું ફળ જીવને મળે તે માટે કોઈ ઈશ્વરની જરૂર નથી. એક નાના બીજમાંથી વડ જેવું મોટું વૃક્ષ થાય છે. તે પરથી પુદ્ગલની અચિંત્ય શક્તિ સમજી શકાય છે. વળી વચનવર્ગણા ચેતન સાથે સ્પર્શ પામીને ઉત્પન્ન થાય છે તે જડ છતાં અન્ય જીવના ભાવ પર કેટલી અસર કરે છે! તેવી જ રીતે યંત્રરૂપે ગોઠવાયેલા પુદ્ગલો આગગાડી વગેરે કેટલી શક્તિ વ્યક્ત કરે છે ! એ બઘાં કરતાં કાર્મણવર્ગણા બહુ સૂક્ષ્મપણે અને સચોટ બરાબર વખતે ફળ આપે છે. (૮૫)
તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬
અર્થ :- ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ અશુભગતિ છે, શુભાશુભ અધ્યવસાય મિશ્રગતિ છે, અને તે જીવપરિણામ તે જ