________________
૧૮૩
આત્મસિદ્ધિશાસ્ત્ર ભાવાર્થ :- જીવ કર્મનો કર્તા ને ભોક્તા છે એ સમજાયું પણ તેનો મોક્ષ થઈ શકે એ માન્યામાં આવતું નથી, કારણ કે જો મોક્ષ થતો હોત તો અનંતકાળ ગયો છતાં થયો કેમ નહીં ? વર્તમાનમાં પણ જીવ સર્વથા દોષથી ભરેલો જ છે તેથી મોક્ષ થાય એ મનાતું નથી. (૮૭)
શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય;
અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન ક્યાંય. ૮૮
અર્થ :- શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભોગવે, અને અશુભ કર્મ કરે તો નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભોગવે; પણ જીવ કર્મરહિત કોઈ સ્થળે હોય નહીં. (૮૮)
ભાવાર્થ – શુભ કર્મ કરીને દેવાદિ ગતિમાં ફળ ભોગવે છે ને અશુભ કર્મોનું ફળ નરકાદિ ગતિમાં ભોગવે છે. ચારે ગતિમાં ક્યાંય પણ કર્મ રહિત જીવ નજરે પડતો નથી. જીવ માત્ર કર્મસહિત હોવાથી શુભાશુભ ફળ ભોગવતા જણાય છે. (૮૮)
(૫) સમાધાન-સગુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯
અર્થ - જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી તેં થતાં જાણ્યાં, અને તેથી તેનું ભોક્તાપણું જાણ્યું, તેમ નહીં કરવાથી અથવા તે કર્મનિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે; માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે; અર્થાત્ જેમ તે