________________
૧૭૬,
નિત્યનિયમાદિ પાઠ ભાવાર્થ – જો હંમેશાં કર્મ રહિત આત્મા સદા જુદો જ હોત તો કષાય રહિત અને જ્ઞાનાવરણાદિ આવરણ રહિત અનુભવમાં આવત. નિશ્ચયનયથી અસંગ કર્મ રહિત કહ્યો છે પણ તે અસંગદશાનો અનુભવ તો સમ્યકત્વ થયા પછી જ થાય છે. (૭૬)
કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ;
અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ અર્થ - જગતનો અથવા જીવોનાં કર્મનો ઈશ્વર કર્તા કોઈ છે નહીં, શુદ્ધ આત્મસ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે, અને તેને જો પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તો તેને દોષનો પ્રભાવ થયો ગણાવો જોઈએ; માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કરવામાં પણ કહેવાય નહીં. (૭૭).
ભાવાર્થ- સર્વ કર્મથી મુક્ત શુદ્ધ આત્મા થયા તે ઈશ્વર, તે કર્મના કર્તા હોઈ શકે નહીં, જો ઈશ્વરને સર્વ જીવોના કર્મના પ્રેરક માનીએ તો પછી તેના દોષોનો પાર રહે નહીં. (૭૭)
ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
અર્થ - આત્મા જો પોતાના શુદ્ધ ચેતન્યાદિ સ્વભાવમાં વર્તે તો તે પોતાના તે જ સ્વભાવનો કર્તા છે, અર્થાત્ તે જ સ્વરૂપમાં પરિણમિત છે, અને તે શુદ્ધ ચેતન્યાદિ સ્વભાવના ભાનમાં વર્તતો ન હોય ત્યારે કર્મભાવનો કર્તા છે. (૭૮)
ભાવાર્થ - તેથી સ્પષ્ટ થાય છે કે આત્મા જ પ્રેરકપણે કર્તા છે. જો તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય તો