________________
નિત્યનિયમાદિ પાઠ
અર્થ :— માટે જીવ કોઈ રીતે કર્મનો કર્તા થઈ શકતો નથી, અને મોક્ષનો ઉપાય ક૨વાનો કોઈ હેતુ જણાતો નથી; કાં જીવને કર્મનું કર્તાપણું નથી, અને જો કર્તાપણું હોય તો કોઈ રીતે તે તેનો સ્વભાવ મટવા યોગ્ય નથી. (૭૩)
૧૭૪
ભાવાર્થ :– આ પ્રમાણે આત્મા કર્મ કરતો નથી એમ માનીએ તો પછી તેને કર્મથી છોડાવવાના ઉપાયો કરવાનું કંઈ પ્રયોજન નથી; અને કર્મ કરવાના સ્વભાવવાળો માનીએ તો તે સ્વભાવ કદી ટળે નહીં તેથી પણ મોક્ષ માટે ઉપાય કરેલા સફળ થાય નહીં એવી શિષ્યને શંકા છે. (૭૩)
(૩) સમાધાન–સદ્ગુરુ ઉવાચ
હોય ન ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪
અર્થ :– ચેતન એટલે આત્માની પ્રેરણારૂપ પ્રવૃત્તિ ન હોય, તો કર્મને કોણ ગ્રહણ કરે ? જડનો સ્વભાવ પ્રેરણા નથી. જડ અને ચેતન બેયના ધર્મ વિચારી જુઓ. (૭૪)
ભાવાર્થ :– કોઈ પણ કામ કરવામાં આત્માની પ્રેરણા છે તો થઈ શકે છે. જડ એકલું દેહના કાર્ય ન કરે. જડ ને ચેતનના ધર્મ=સ્વભાવ વિચારી જુઓ તો તે સ્પષ્ટ જણાશે. પાઠાન્તર– “જુઓ વિચારી મર્મ’=રહસ્ય. આ વાતનું રહસ્ય વિચારી જુઓ. આત્મા શી રીતે કર્મ બાંધવામાં પ્રેરણા કરે છે તે ૮૨ મી ગાથા ‘ભાવ કર્મ નિજલ્પના' માં વિશેષ સ્પષ્ટ કર્યું છે. (૭૪)