________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
- ૧૭૫ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીંવઘર્મ. ૭૫
અર્થ - આત્મા જો કર્મ કરતો નથી, તો તે થતાં નથી; તેથી સહજ સ્વભાવે એટલે અનાયાસે તે થાય એમ કહેવું ઘટતું નથી; તેમ જ તે જીવનો ઘર્મ પણ નહીં, કેમકે સ્વભાવનો નાશ થાય નહીં, અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં, એટલે એ ભાવ ટળી શકે છે, માટે તે આત્માનો સ્વાભાવિક ઘર્મ નહીં. (૭૫)
ભાવાર્થ :- કર્મ બાંઘવા એ જીવનો સ્વભાવ નથી કારણ કે રાગદ્વેષથી કર્મ બંધાય છે તે જીવ જો ઘારે તો રાગદ્વેષને રોકી શકે અને સર્વથા પણ છોડી શકે. કર્મનું જેટલું બળ હોય તેથી આત્મા વઘુ બળિયો થાય તો, ઘારે તો, કર્મબંધ નથી કરતો એવી એની શક્તિ છે; તેથી કર્મ જીવનો સ્વભાવ નથી. વળી કર્મ કરવાં એ જીવન ઘર્મ=ગુણ નથી. જો તે જ્ઞાનદર્શન જેવો ગુણ હોય તો આત્મા હંમેશાં કર્મનો કર્તા ઠરે. મોક્ષમાં પણ કર્મ બાંધે. પરંતુ તેમ નથી. પરમાં પરિણમવાથી કર્મ આવે છે ને સ્વમાં પરિણમે તો ન આવે. કર્મ આવે છે ને જાય છે પણ ખરાં. આત્માનો તે મૂળ ઘર્મ નથી. (૭૫)
કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ?
અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬
અર્થ – કેવળ જો અસંગ હોત, અર્થાત્ ક્યારે પણ તેને કર્મનું કરવાપણું ન હોત તો તને પોતાને તે આત્મા પ્રથમથી કેમ ન ભાસત? પરમાર્થથી તે આત્મા અસંગ છે. પણ તે તો જ્યારે સ્વરૂપનું ભાન થાય ત્યારે થાય. (૭૬)