________________
૧૩૦
નિત્યનિયમાદિ પાઠ
સ્વરૂપ સમજાવું મુશ્કેલ હોવાથી પ્રત્યક્ષ સદ્ગુરુના અવલંબનની જરૂર સર્વેએ સ્વીકારી છે, અને અનન્ય શ્રદ્ધા પ્રગટ્યા વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમે નહીં એમ હોવાથી અને ધર્મપ્રાપ્તિનું કારણ એવો સદ્વિચાર કે આત્મવિચાર પણ યથાર્થ ઉદ્ભવતો નહીં હોવાથી, પ્રત્યક્ષ સદ્ગુરુનો સર્વોપરી ઉપકાર સમજવા સમજાવે છે — ભૂતકાળમાં થઈ ગયેલા જિનતીર્થંકરોનો ઉપકાર ગાયા કરે અને વર્તમાનમાં સમ્યક્ત્વના કારણભૂત સદ્ગુરુના તરફ દુર્લક્ષ રાખે તેવા જીવોને શાસ્ત્ર-અભિનિવેશાદિ કારણે આત્મવિચાર કે કલ્યાણનું કારણ પ્રાપ્ત થવું અશક્ય છે. સર્વશને પણ સમ્યક્દ્રષ્ટિપણે ઓળખાય તો સફળ છે. ‘જિન-પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.’ “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે, અને તે જીવને અઘિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી જોઈએ.'' આ વાત સમજવા અને તેથી થતો અપૂર્વ લાભ દર્શાવવા કહે છે :(૧૧)
સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો ? સમજ્યું જિનસ્વરૂપ. ૧૨
અર્થ :— સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય :~ નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય ? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. (૧૨)
ભાવાર્થ :— આત્મહિતકારી સદ્ગુરુનો ઉપદેશ સાંભળ્યા વિના, સમજ્યા વિના જિન ભગવંતનું ભક્તિ કરવા યોગ્ય