________________
૧૩૪
નિત્યનિયમાદિ પાઠ ભાવાર્થ – સ્વચ્છંદ રોકવાનો અચૂક ઉપાય દર્શાવે છે:
પ્રત્યક્ષ સદ્ગુરુના યોગે તેની આજ્ઞાએ વર્તવાથી સ્વચ્છેદ રોકાય છે. નિષ્કારણ કરુણાવંત જ્ઞાની તેના દોષો દૂર થાય તેવો ઉપદેશ આપી, તે તે દોષોથી બચાવી લે છે. જે પ્રત્યક્ષ સત્ ગુરુના યોગ વિના ક્રિયા કે જ્ઞાન માર્ગ આરાઘે છે તેનો સ્વચ્છેદ નામનો દોષ ક્વચિત ટળવાને બદલે બમણો વધે છે, અને પરિભ્રમણ ઊભું રહે છે. (૧૬)
સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭
અર્થ - સ્વચ્છંદને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદ્ગુરુના લક્ષે ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વીતરાગે “સમકિત' કહ્યું છે. (૧૭)
ભાવાર્થ - મોક્ષમાર્ગની નિશાની સમ્યક્દર્શન છે તેની પ્રાતિ શાથી થાય તે હવે કહે છે :
બાહ્ય ક્રિયા કે શુષ્કજ્ઞાન રૂપ પોતાના મત કે પક્ષનો આગ્રહ તજી જે સ્વચ્છેદ રોકે અને સદ્ગુરુએ કરાવેલા લક્ષે વર્તે તેને સમ્યગ્દર્શનનું પ્રત્યક્ષ કારણ ગણીને, શાસ્ત્રમાં સમકિતી જીવો ગણાવ્યા છે.
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી