________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૬૯
પરિચય ન કર્યો હોય તેવા સંસ્કાર પણ સ્વાભાવિક ઉદ્ભવે છે તેથી તે અગાઉના જન્મના સંસ્કાર હોવા જોઈએ, એ પર વિચારી જોતાં પૂર્વજન્મ મનાય છે અને તેથી આત્માનું નિત્ય હોવાપણું પ્રમાણભૂત છે.
ત્રણે કાળ રહે એવો આત્મા નિત્ય છે તે પણ અનુમાનથી જ માનવું પડે છે, કારણ કે મતિશ્રુતદ્વારા ત્રણે કાળ જણાય નહીં. તે તો સર્વજ્ઞના જ્ઞાનમાં પ્રત્યક્ષ જણાય છે. આત્મા નિત્ય માનવામાં નજર બહુ લાંબી પહોંચાડવાની છે તે અલ્પજ્ઞાનથી બનતું નથી, પણ સર્વજ્ઞ ભગવાને ત્રણે કાળ જાણ્યા છે તે પર શ્રદ્ધા રાખે તો મનાય તેવું છે. આત્મા છે એમ માનવામાં તો અનુભવથી પણ જાણી લેવાય, પણ નિત્ય છે એમ માનવામાં ત્રણે કાળનું અસ્તિત્વ છદ્મસ્થને અનુભવમાં આવી શકે એવું ન હોવાથી અનુમાન ને શ્રદ્ધાથી મનાય છે. આત્માનો અનુભવ થાય ત્યાં આત્માની અનંત શક્તિ અને સર્વજ્ઞપણું પણ માનવામાં આવે છે. (૬૭)
આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮
અર્થ : આત્મા વસ્તુપણે નિત્ય છે. સમયે સમયે જ્ઞાનાદિ પરિણામના પલટવાથી તેના પર્યાયનું પલટવાપણું છે. (કંઈ સમુદ્ર પલટાતો નથી, માત્ર મોજાં પલટાય છે, તેની પેઠે.) જેમ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ અવસ્થા છે, તે આત્માને વિભાવથી પર્યાય છે અને બાળ અવસ્થા વર્તતાં આત્મા બાળક જણાતો, તે બાળ અવસ્થા છોડી જ્યારે યુવાવસ્થા ગ્રહણ કરી