________________
૧૬૮ નિત્યનિયમાદિ પાઠ
અર્થ - ક્રોઘાદિ પ્રકૃતિઓનું વિશેષપણું સર્પ વગેરે પ્રાણીમાં જન્મથી જ જોવામાં આવે છે, વર્તમાન દેહે તો તે અભ્યાસ કર્યો નથી; જન્મની સાથે જ તે છે; એટલે એ પૂર્વજન્મનો જ સંસ્કાર છે, જે પૂર્વજન્મ જીવની નિત્યતા સિદ્ધ કરે છે. (૬૭) - ભાવાર્થ – હવે અનુમાનથી નિત્યતા પુરવાર કરે છે કે સર્પમાં જે ક્રોઘપ્રકૃતિ છે તે જન્મથી જ હોય છે, તેથી તે સંસ્કાર તે જીવના આગલા જન્મથી ચાલ્યો આવ્યો હોવો જોઈએ. એમ જીવ માત્રને પૂર્વજન્મને આઘારે પ્રકૃતિ હોય છે તેથી પૂર્વજન્મ હોવાનું સિદ્ધ થાય છે. જો બીજેથી કરીને જીવ અહીં જન્મ્યો છે તો અહીંથી મરીને બીજે જન્મ)વાનો એ ચોક્કસ થાય છે. તેથી જન્મ-મરણ દેહના છે અને આત્મા નિત્ય છે એમ સિદ્ધ થાય છે. અનુમાનજ્ઞાન મૂળમાં પ્રત્યક્ષને આઘારે જ હોય છે. જેમ કે ઘુમાડો જોવાથી અગ્નિ હોવાનું અનુમાન થયું તે અગ્નિ ને ધુમાડો સાથે હોવાનો અનુભવ છે તેના આઘારે થયું. તેમ પુનર્જન્મ પણ જાતિસ્મરણશાનથી અનુભવાય છે અને આત્મા નિત્ય હોવાનું તે સબળ પ્રમાણ છે. શ્રીમદે પુનર્જન્મ સંબંધી વિચારો દર્શાવતા લખેલા પત્રોમાં “આત્મા છે” “આત્મા નિત્ય છે” એ સમજાવવા વિસ્તારથી લખ્યું છે. તેમાં કહે છે કે અક્ષણથી પાછળ પાછળ તપાસતાં પ્રત્યેક ક્ષણ ભિન્ન ભિન્ન પ્રકારે વ્યતીત થઈ માલૂમ પડશે. તેનું કારણ ? પૂર્વકર્મ. વળી અમુક વિચાર મારે નથી જ કરવો એવું દ્રઢ કરવા છતાં બીજી જ પળે તે વિચાર થયો. જેમકે સ્ત્રી સંબંઘી દ્રષ્ટાંત આપ્યું છે. આમ બનવું તે માત્ર આ જન્મના સંસ્કારથી નથી કારણ કે આ જન્મમાં જેનો