________________
૧૬૬ નિત્યનિયમાદિ પાઠ
અર્થ :- જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. (૬૩)
ભાવાર્થ :- જો તું એમ કહે કે આત્માની ઉત્પત્તિ ને નાશનો અનુભવ પોતાને થાય છે તો તે બનવું અશક્ય છે, કારણ કે નાશ થયો એમ જાણનારો જુદો હોય તો જ કહી શકે અને આત્માનો નાશ થયો તે જાણનાર આત્મા રહ્યો તો તેનો નાશ થયો એમ કહેવાય જ નહીં. (૬૩)
જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪
અર્થ :- જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવ સ્વરૂપ એવા આત્માના દ્રશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ “નિત્ય સમજાય છે. (૬૪)
ભાવાર્થ – આત્મા પોતાથી ભિન્ન દેહ ઘટ પટ વગેરે સંયોગિક જડ પદાર્થોને સંયોગથી ઊપજતા ને વિખરાઈ જતા અનુભવે છે પરંતુ એ રીતે કોઈ વસ્તુઓ મેળવવાથી પ્રગટ થનારો પદાર્થ આત્મા નથી. ત્યારે કેવો છે ? નિત્ય છે અને પ્રત્યક્ષ આત્મજ્ઞાનથી જ અનુભવાય છે. પાઠાંતર–“અસ્પૃશ્ય"= દેહમાં રહ્યા છતાં તે પુદ્ગલની સાથે એકમેક ક્યારેય થતો નથી,