________________
૧૬૪
નિત્યનિયમાદિ પાઠ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય;
એ અનુભવથી પણ નહીં, આત્માનિત્ય જણાય. ૬૧ અર્થ - અથવા વસ્તુ ક્ષણે ક્ષણે બદલાતી જોવામાં આવે છે, તેથી સર્વ વસ્તુ ક્ષણિક છે, અને અનુભવથી જોતાં પણ આત્મા નિત્ય જણાતો નથી. (૬૧)
ભાવાર્થ :- બીજો મત એવો કહ્યો કે દ્રવ્ય ક્ષણે ક્ષણે નાશ પામે છે પરંતુ વાસના રહે છે તેથી ક્ષણે ક્ષણે ફરી ઊપજે છે. વસ્તુનો સ્વભાવ તો ક્ષણિક નાશરૂપ જ છે અને જ્યારે વાસનાનો નાશ થાય છે ત્યારે આત્માનો સર્વથા નાશ અથવા નિર્વાણ-મોક્ષ થાય છે. આત્મા ક્ષણે ક્ષણે પલટાતો અનુભવાય છે તેથી તે ક્ષણિક છે એમ શિષ્ય શંકા કરે છે. (૬૧)
” (૨) સમાધાન-સદ્ગુરુ ઉવાચ દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬૨
અર્થ - દેહ માત્ર પરમાણુનો સંયોગ છે, અથવા સંયોગે કરી આત્માના સંબંધમાં છે. વળી તે દેહ જડ છે. રૂપી છે, અને દૃશ્ય એટલે બીજા કોઈ દ્રષ્ટાનો તે જાણવાનો વિષય છે; એટલે તે પોતે પોતાને જાણતો નથી, તો ચેતનનાં ઉત્પત્તિ અને નાશ તે
ક્યાંથી જાણે ? તે દેહના પરમાણુએ પરમાણુનો વિચાર કરતાં પણ તે જડ જ છે, એમ સમજાય છે. તેથી તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી, અને ઉત્પત્તિ થવા યોગ્ય નથી તેથી ચેતન તેમાં નાશ પણ પામવા યોગ્ય નથી. વળી તે દેહ રૂપી