________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૩૭ અર્થ - એવો વિનયનો માર્ગ શ્રી જિને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે, તે કોઈક સુભાગ્ય એટલે સુલભબોઘી અથવા આરાઘક જીવ હોય તે સમજે. (૨૦)
ભાવાર્થ :- વીતરાગ ભગવંતે વિનયમૂળ ઘર્મ કહ્યો છે. તે યથાર્થ સમજાય તો મોક્ષ પ્રાપ્ત કરાવે તેવો છે. શ્રી ઉત્તરાધ્યયનમાં પ્રથમ અધ્યયન વિનય નામનું રાખ્યું છે. વિનયવંતને પુરુષોની સેવાનો લાભ થાય છે, સદ્ગોઘની પ્રાપ્તિ થાય છે, તેથી આત્મજ્ઞાન, સદ્ભુત, સદાચાર, આત્મધ્યાન, કેવળજ્ઞાન અને અંતે મોક્ષ મળે છે. જેનું ભલું થવાનું હોય તેવા ભાગ્યશાળીને આ વિનયમાર્ગ આત્મઉપકારક છે એમ સમજાય છે. લઘુતાથી પ્રભુતા પમાય છે; પરંતુ બીજાને લઘુ ગણી પોતે મહંત થવા ઇચ્છતા અસદગુરુ એ વિનયમાર્ગનો લાભ લેવા જતાં કેવી દશા પામે છે તે હવે જણાવે છે. (૨૦)
અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧
અર્થ - આ વિનયમાર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઇચ્છા કરીને જો કોઈ પણ અસદ્ગરુ પોતાને વિષે સદ્ગરુપણું સ્થાપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભવસમુદ્રમાં બૂડે. (૨૧)
ભાવાર્થ – સદ્ગને માન-પૂજાની ઇચ્છા હોતી નથી, કોઈ વિનય ન કરે તો તેને પોતાને માટે કંઈ લાગતું નથી. કારણકે સરુની ભક્તિ સત્પરુષોએ માત્ર શિષ્યના કલ્યાણને