________________
આત્મસિદ્ધિશાસ્ત્ર,
૧૩૫ તીર્થકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમતિ કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાનસ્વરૂપ છે... તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તારસહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગદ્વેષનો ક્ષય થઈ વીતરાગદશા થાય છે. તથારૂપ સત્પરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સમકિત આવવું કઠણ છે.” (આંક ૭૭૧) (૧૭)
માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮
અર્થ - માન અને પૂજાસત્કારાદિનો લોભ એ આદિ મહાશત્રુ છે, તે પોતાના ડહાપણે ચાલતાં નાશ પામે નહીં, અને સદ્ગુરુના શરણમાં જતાં સહજ પ્રયત્નમાં જાય. (૧૮) - ભાવાર્થ - અનંતાનુબંધી માન આદિ કારણો સમ્યકત્વને રોકનારાં છે, તે દૂર થવાનો ઉપાય દર્શાવે છે - હું જાણું છું તે સાચું છે, હું કરું છું તે ખરું છે, એવું માન તથા પોતાની બુદ્ધિએ ઘર્મ સંબંધી પરમાર્થલાભની કલ્પના, ઉપરથી સારા દેખાવારૂપ માયા તથા બીજા પ્રત્યે દ્વેષ આદિ દોષો સરુયોગે જાય છે; એવા યોગે તે ઓઘદ્રષ્ટિ તજી યોગદૃષ્ટિવાળો જીવ બને છે. સરુનું શરણ સ્વીકારે તેના તેવા દોષો સહેજે, થોડા પુરુષાર્થથી ટળી જાય છે.
યોગનાં બીજ ઇહાં રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચારજ સેવના ભવ-ઉદ્વેગ સુઠામો રે.”