________________
૧૩૯
આત્મસિદ્ધિશાસ્ત્ર કરવાથી થાય છે એમ કહ્યા કરે; આમ તે વિનયમાર્ગનો દુરુપયોગ કરે છે; અથવા અસદ્ગુરુ મારફતે પોતાનું માન પોષાતું જાણી, તેના વિનયમાં પ્રવર્તે અને પોતાનો કુળધર્મ આદિનો આગ્રહ વઘાર્યા કરે છે, એ આદિ મતાર્થોના અભિપ્રાય આગળ વિસ્તારથી જણાવ્યા છે. (૨૨)
હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
અર્થ – જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ થાય નહીં; એવા મતાર્થી જીવનાં અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યાં છે. (૨૩)
ભાવાર્થ :- મતાર્થીપણાનું ફળ જણાવતાં કહે છે –
જેનામાં મતાર્થીનાં લક્ષણો હોય તેવા જીવને આત્માનો લક્ષ થતો નથી. કારણ કે આત્માર્થ અને મતાર્થને પ્રકાશ અને અંઘકારની પેઠે વિરોધ છે. તે મતાર્થીનાં લક્ષણો હેયરૂપે જાણી પક્ષપાત કે નિંદાદિના ઉદેશ વિના માત્ર આત્માર્થીને ઉપકાર થવા અર્થે કહ્યાં છે. (૨૩)
મતાર્થી-લક્ષણ બાહ્યત્યાગ પણ શાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળઘર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
અર્થ - જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી, અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી, તેવા ગુરુને સાચા ગુરુ માને, અથવા તો પોતાના કુળઘર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. (૨૪)