________________
૧૩૮
નિત્યનિયમાદિ પાઠ અર્થે કહી છે. જ્યાં પૂજાવાનો ભાવ છે ત્યાં જ અજ્ઞાન, મહામોહ છે. સાંસારિક પદાર્થોથી મહત્તા માનનારા પણ મને આત્માનું ભાન નથી એમ માને છે, તેથી આત્માની મહત્તા અજાણપણે રહેલી હોવાથી તેને આત્મપ્રાતિને અવકાશ છે; પરંતુ ઘર્મ-પ્રાપ્તિ થયા પહેલાં ઘર્માત્મા પોતાને માની બેસનારને આત્મજ્ઞાન થવું દુર્લભ છે; અને ઘણા માણસોને અવળે માર્ગે ચઢાવવાથી દુર્લભબોઘી બની સંસારમાં અપાર જન્મ-મરણ ઊભા થાય તેવાં કર્મ બાંધે છે. (૨૧)
હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨
અર્થ - જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનયમાર્ગાદિનો વિચાર સમજે, અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર છે, એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે, અથવા અસરુને વિષે પોતે સદ્ગુરુની ભ્રાંતિ રાખી આ વિનયમાર્ગનો ઉપયોગ કરે. (૨૨) | ભાવાર્થ - મુમુક્ષુ કે વિચારવાનો જીવ હોય તે જન્મ-મરણ ઊભાં થાય તેવાં કારણથી ભય પામી વિનય, ભક્તિ સત્યરુષોની પોતે કરે, પણ બીજા પોતાની ભક્તિ કરે એવી ઇચ્છા ન રાખે; અને અસરુ પ્રત્યે વિનય કરવો તે નિરર્થક કે મિથ્થામાર્ગને ઉત્તેજન આપવા તુલ્ય જાણી તજી દે છે.
પરંતુ મતાર્થી જીવની સમજણ ઊલટી હોવાથી જેમાં પોતાને લાભ નહીં, તેવી વિનયાદિની ઇચ્છા રાખી માનાદિ શત્રુઓને પોષે છે. વિનય કોઈ ન કરે તો શ્વેષ રાખે, માનની ભૂખથી પીડાયા કરે છે; અને બીજાનું કલ્યાણ અમારો વિનય