________________
૧૪૪
નિત્યનિયમાદિ પાઠ ભાવાર્થ – વળી કોઈ ઘાર્મિક ક્રિયા કરતો હોય પણ પોતાની પ્રકૃતિ = કષાયને ઓછા ન કરે, પોતાના દોષો ઘટાડે નહીં, સ્વચ્છેદે વર્તે તો ગાઢ કર્મ બાંઘવાથી રઝળે. વળી જો તેને સંસારના ભોગો પ્રત્યે આસક્તિ છે તો તેથી પણ મોક્ષાર્થી થઈ શકે નહીં. સંસાર દુઃખરૂપ લાગે નહીં ત્યાં સુધી મતાર્થી જ છે. વળી ઉપરથી ઘર્મક્રિયા કરે, જ્ઞાનની વાતો કરે, વૈરાગ્યનો બોઘ આપે, પણ અંતરમાં ગુપ્ત ઇચ્છા રાખી આસક્તિને પોષે એવા અસરળ જીવ પણ મતાર્થમાં રહે. વળી જ્યાં સુધી સત્ય મળ્યું નથી ત્યાં સુધી મન ખુલ્લું જોઈએ. ન્યાયથી સત્યાસત્યનો નિર્ણય કરવાની કે સાચાને સાચા કહેવાની બુદ્ધિ ન હોય, મન મલિન હોય, ત્યાં પણ આત્માર્થીપણું આવે નહીં. આવા લક્ષણવાળો જે મતાર્થી તે ખરેખર દુર્ભાગી છે, આત્માર્થ સાઘવાને અસમર્થ છે. (૩૨)
લક્ષણ કહ્યાં હતાર્થોનાં, મતાર્થ જાવા કાજ; હવે કહ્યું આત્માથનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
અર્થ - એમ મતાર્થી જીવનાં લક્ષણ કહ્યાં. તે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ જીવનો તે જાણીને મતાર્થ જાય. હવે આત્માર્થી જીવનાં લક્ષણ કહીએ છીએ – તે લક્ષણ કેવાં છે? તો કે આત્માને અવ્યાબાઘ સુખની સામગ્રીના હેતુ છે. (૩૩)
ભાવાર્થ - મતાર્થીપણું દૂર કરવા માટે ઉપર મુજબ મતાર્થીલક્ષણ બતાવ્યાં. હવે સુખકારી આત્માર્થીપણું પ્રાપ્ત થાય તે અર્થે આત્માર્થીનાં લક્ષણ કહે છે. (૩૩) ,