________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૪૭
જ પ્રવર્તાવે. ત્રણ યોગ સ્વચ્છંદે વર્તતા કર્મબંધ કરાવે છે તેને સદ્ગુરુની આજ્ઞામાં જોડીને આત્માર્થમાં વાપરે તો આ અમૂલ્ય જોગ સાર્થક થાય. (૩૫)
એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬
અર્થ :— ત્રણે કાળને વિષે પરમાર્થનો પંથ એટલે મોક્ષનો માર્ગ એક હોવો જોઈએ, અને જેથી તે પરમાર્થ સિદ્ધ થાય તે વ્યવહાર જીવે માન્ય રાખવો જોઈએ; બીજો નહીં. (૩૬)
ભાવાર્થ :– મોક્ષનો માર્ગ એક જ છે. નિશ્ચયનયથી મોક્ષનો માર્ગ આત્મારૂપ જ્ઞાનદર્શનચારિત્રની એકતારૂપ સમાધિમાર્ગ છે. આત્માની શુદ્ધતા કરવા શુદ્ધ આત્માના લક્ષે આત્મામાં જ સ્થિર થવું. આ જ યથાર્થ મોક્ષમાર્ગ છે. વ્યવહારમાં અનેક સાધનો ક્રિયાઓ આ નિશ્ચય માર્ગ સાધવા ક૨વામાં આવે છે તે દ્વારા નિશ્ચય એટલે શુદ્ધાત્માની સિદ્ધિ થાય તેટલા પ્રમાણમાં તે વ્યવહાર માર્ગ પણ સફળ છે. આ ગાથામાં નિશ્ચય અને વ્યવહાર બન્નેની અગત્ય બતાવી છે. નિશ્ચય મોક્ષમાર્ગ તો નિર્વિકલ્પ દશામાં સ્થિરતારૂપ છે, ને તે માટે કરવામાં આવતો મન વચન ને કાયાનો પુરુષાર્થ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. (૩૬)
એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭
અર્થ :– એમ અંતરમાં વિચારીને જે સદ્ગુરુના યોગનો શોધ કરે, માત્ર એક આત્માર્થની ઇચ્છા રાખે પણ માનપૂજાદિક,