________________
આત્મસિદ્ધિશાસ્ત્ર
૧૫૯
અર્થ :— દેહ તેને જાણતો નથી, ઇન્દ્રિયો તેને જાણતી નથી અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ પણ તેને જાણતો નથી; તે સૌ એક આત્માની સત્તા પામીને પ્રવર્તે છે, નહીં તો જડપણે પડ્યાં રહે છે, એમ જાણ. (૫૩)
ભાવાર્થ :— અથવા દેહ જ આતમા અથવા ઇન્દ્રિય પ્રાણ...'' તેના જવાબમાં કહે છે કે આત્મા દેહથી જુદો ચેતન છે. દેહ ને ઇન્દ્રિયો જડ છે, તેનાથી આત્મા જણાતો નથી. જ્યાં સુધી દેહ ને ઇંદ્રિયો સાથે આત્માનો સંયોગ છે, ત્યાં સુધી તે પોતપોતાનું કાર્ય કરી શકે. આત્માની સત્તા ચાલી જાય તો તે જડ અચેતન જેવાં પડી રહે છે. જેની શક્તિથી દેહ ઇન્દ્રિયો વગેરે પોતાનું કાર્ય કરે છે અને જેના જવાથી તે અચેતન નિષ્ક્રિય બની જાય છે તે ચેતન વસ્તુ અવશ્ય છે. તેને જુદો ન માનવો એ જ મિથ્યાત્વ કહેવાય ! આત્માની સત્તા છે તો શરીરના જુદા જુદા અવયવોરૂપી યંત્રો પોતાનાં ભિન્ન ભિન્ન કાર્યો કરે છે. આત્મા ન હોય તો શબવત્ શરીર કોઈ કાર્યમાં પ્રવર્તી શકે નહીં. (૫૩)
સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંઘાણ સદાય. ૫૪
અર્થ :— જાગ્રત, સ્વપ્ન અને નિદ્રા એ અવસ્થામાં વર્તતો છતાં તે તે અવસ્થાઓથી જુદો જે રહ્યા કરે છે, અને તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે, અને તે તે અવસ્થાને જે જાણે છે, એવો પ્રગટસ્વરૂપ ચૈતન્યમય છે, અર્થાત્ જાણ્યા જ કરે છે એવો જેનો સ્વભાવ પ્રગટ છે, અને એ તેની