________________
૧૫૦
નિત્યનિયમાદિ પાઠ ને સંસારી જીવો જે પરાધીન જન્મમરણ કરી રહ્યા છે ને સંસારમાં સુખ માની રહ્યા છે તેમની દયા આવે–એવો વિવેક ના પ્રગટે ત્યાં સુધી તે યોગ્ય જીવ થયો ન કહેવાય અને સદ્ગુરુનો જોગ તેને થાય નહીં. યોગ્યતા હોય તો સદ્ગુરુનો બોઘ પરિણમે. યોગ્યતા ન હોય તો પરિણમે નહીં. તેથી મોક્ષમાર્ગ હાથ ન લાગે અને અંતરરોગ એટલે આત્માના કષાયના ઉદયથી થતા વિભાવભાવ છે જેથી કર્મ બાંધે છે ને સંસાર વધારે છે તે વિભાવ મટે નહીં. અથવા અંતરરોગ એટલે આત્મભ્રાંતિ મિથ્યાત્વ, તે જ્યાં સુધી યોગ્યતાવાળી દશા ન પ્રાપ્ત કરે ત્યાં સુધી તેને સદ્ગુરુનો યથાર્થ જોગ ન બાઝે તેથી મોક્ષમાર્ગમાં પ્રવેશ ન થાય અને મિથ્યાત્વરૂપી રોગ ટળે નહીં. (૩૯)
આવે જ્યાં એવી દશા, સરુબોઘ સુહાય; તે બોઘે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
અર્થ - એવી દશા જ્યાં આવે ત્યાં સદ્ગુરુનો બોઘ શોભે અર્થાત્ પરિણામ પામે, અને તે બોઘના પરિણામથી સુખદાયક એવી સુવિચારદશા પ્રગટે. (૪૦)
ભાવાર્થ – પણ જ્યારે જીવમાં યોગ્યતા આવે એટલે કે તેને સંસાર એકાંત દુઃખરૂપ લાગે, તેથી છૂટવા, મોક્ષસુખ મેળવવા સાચી કામના જાગે ને પોતાના કષાયો જે સંસાર વઘારનારા છે તેને દોષરૂપ દુઃખના કારણો જાણી ઉપશમાવે ત્યારે સદ્ગુરુનો બોઘ જે તે કાર્યમાં તેને સહાય કરનારો છે તે તેને અતિશય પ્રિય લાગે છે. સરુના બોઘથી જ તેને આત્માનો મોક્ષ કેવી રીતે થાય તેના ખરા વિચારો થાય. મન