________________
આત્મસિદ્ધિશાસ્ર
૧૫૫
નહીં ? જો ઘટ, પટ આદિ પદાર્થો છે તો જેમ જણાય છે, તેમ આત્મા હોય તો શા માટે ન જણાય ? (૪૭)
ભાવાર્થ :— જો આત્મા કોઈ પદાર્થ હોય તો જેમ દેહ વગેરે જણાય છે તેમ જણાવો જોઈએ. પરંતુ એવો આત્મા નામનો કોઈ પદાર્થ જોવા જાણવામાં કે અનુભવવામાં આવતો નથી. (૪૭)
માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮
અર્થ :— માટે આત્મા છે નહીં, અને આત્મા નથી એટલે તેના મોક્ષના અર્થે ઉપાય કરવા તે ફોકટ છે, એ મારા અંતરની શંકાનો કંઈ પણ સદુપાય સમજાવો એટલે સમાધાન હોય તો કહો. (૪૮)
ભાવાર્થ :— માટે આત્મા નથી અને તેથી મોક્ષનો ઉપાય=ઘર્મ કરવો નિરર્થક લાગે છે. આ મુજબ પોતાની માન્યતા દર્શાવી તે દૂર કરવાનો સત્ય ઉપાય હોય તો સમજાવવા શિષ્યે વિનંતી કરી છે. (૪૮)
✩
(૧) સમાધાન–સદ્ગુરુ ઉવાચ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ અર્થ :— દેહાધ્યાસથી એટલે અનાદિકાળથી અજ્ઞાનને લીધે દેહનો પરિચય છે, તેથી આત્મા દેહ જેવો અર્થાત્ તને દેહ