________________
૧૪૮
નિત્યનિયમાદિ પાઠ સિદ્ધિરિદ્ધિની કશી ઇચ્છા રાખે નહીં –એ રોગ જેના મનમાં નથી. (૩૭)
ભાવાર્થ – એમ અંતરમાં વિચાર કરીને સદ્ગુરુનો યોગ-મેળાપ શોધે પ્રાપ્ત કરે, અથવા શોધેન્સશ્રુનો યોગ. થયો હોય તેને શુદ્ધ કરે. શી રીતે શુદ્ધ કરે ? સર્વ સાંસારિક ઇચ્છાઓનો ત્યાગ કરે. ઇચ્છારૂપ રોગ છે તે માત્ર એક મોક્ષની ઇચ્છા સિવાય અન્ય કોઈ ઇચ્છા દેહ કુટુંબ ઘન યશ આદિની હોય તે છોડે ત્યારે સદગુરુનો યોગ શુદ્ધ થાય. જ્ઞાની પાસે ચોખ્ખો થઈને આવે, મોક્ષ માટે જ ઇચ્છા રહે તો તેનો ને જ્ઞાનીનો મેળ મળે. સંકલ્પ વિકલ્પ જે પરપદાર્થની ઇચ્છા, મમતાથી થાય છે તેમ જ ઇચ્છા=લોભને કારણે કષાયો થાય છે તે ત્યાગે ને પોતાના આત્મસ્વરૂપની પ્રાપ્તિની ઝંખના તીવ્ર હોય તે પ્રાપ્ત કરવા માટે સદ્ગુરુનો સમાગમ કરે. (૩૭)
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભાવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮
અર્થ :- જ્યાં કષાય પાતળા પડ્યા છે, માત્ર એક મોક્ષપદ સિવાય બીજા કોઈ પદની અભિલાષા નથી, સંસાર પર જેને વૈરાગ્ય વર્તે છે, અને પ્રાણીમાત્ર પર જેને દયા છે, એવા જીવને વિષે આત્માર્થનો નિવાસ થાય. (૩૮)
ભાવાર્થ – હવે સત્સંગમાં આવે, બોઘ સાંભળે છતાં તેને પૂર્વ કર્મને લઈને કષાય ઉદય આવે છે. કંઈ નિમિત્ત મળતાં ઘર્મનાં સાઘન, સાઘર્મી વગેરે પ્રત્યે પણ કષાય થાય તે અનંતાનુબંઘી છે. પ્રકૃતિઓ ઉદય આવ્યા કરે ત્યારે તેને