________________
નિત્યનિયમાદિ પાઠ
ભાવાર્થ :— અનાદિ કાળથી જીવ રખડ્યો તે સદ્ગુરુ યોગના અભાવે. તે યોગ આ ભવે પ્રાપ્ત થયો છે. એ કોઈ કાળે ન મળ્યો હોય એવો લાભ છે, આત્માને પરમ ઉપકાર કરનાર છે, તેથી તેને સફળ કરવા મન, વચન ને કાયા એ ત્રણે યોગથી તે સત્પુરુષની જ આજ્ઞામાં વર્તે. જેમ એક શેઠને ત્રણ દુકાન– કાપડ, સોના-ચાંદી ને ઝવેરાતની છે. ત્યાં કાપડની દુકાનમાં ખોટ આવે તે સોનાચાંદીની દુકાનમાં નફો હોય તો પૂરી પડે ને સોનાચાંદીની દુકાનની ખોટ ઝવેરાતની દુકાનના નફાથી પૂરી પડે. પણ ઝવેરાતમાં ખોટ જાય તો સોનાચાંદીની દુકાનમાંથી પૂરી ન શકાય ને સોનાચાંદીની દુકાનમાં નુકસાન આવે તે કાપડના વેપારથી પૂરી ન શકાય. તેવી રીતે શરીરથી કોઈને હાનિ કરી હોય તેની અસર સારાં વચનથી ટાળી શકાય ને વચન ખરાબ બોલાઈ ગયું તો પશ્ચાત્તાપ વગેરેના ભાવ કરવાથી તેની અસર ન રહે; પરંતુ મનના ભાવ ખોટા થતા હોય તેની અસર વચનથી—મોઢે સારું બોલવાથી ટળે નહીં; તેમ વચન ખોટું બોલાયું હોય પછી શરીરથી કામ કરી આપે વગેરે મહેનત કરે પણ તેથી કંઈ વળે નહીં. આ રીતે પ્રથમ મન એટલે ભાવ સુધારવાની જરૂર છે. તેથી મનની વૃત્તિઓ સત્પુરુષની આજ્ઞામાં જોડેલી રાખે. સમકિતીનેં વૃત્તિરૂપી દોરી તેના હાથમાં હોય છે. બીજામાં મન જતું રોકીને સ્મરણમાં, ઘ્યાનમાં, સ્વાધ્યાયમાં પ્રવર્તાવે. વચનને પણ સ્વાઘ્યાયમાં, સ્મરણમાં, વિનયયુક્ત બોલવામાં આશાપૂર્વક પ્રવર્તાવે. દેહને પણ સદ્ગુરુની ભક્તિ, સેવા, આસનની સ્થિરતા વગેરેમાં આત્માર્થે
૧૪૬