________________
૧૫૨
નિત્યનિયમાદિ પાઠ
ઇન્દ્રિયથી જણાતો નથી પરંતુ અંદર અનુભવ કરનાર અને જાણનાર એવો ‘“હું” અનુભવમાં આવે છે, તે દરેકને અનુભવથી જણાય છે, તે રીતે વિચારે. “સરી એ બોઘ પ્રવાહનીજી, એ વિણ શ્રુત થલકૂપ''... એ રીતે જે સાંભળ્યું તેને આધારે પોતા પર ઘટાવીને અનુભવપૂર્વક વિચારે. એમ વિશેષપણે વિચારે નહીં અને માત્ર યાદ રાખે તો બંધિયાર પાણી ખાડામાં ખરાબ થઈ જાય તેમ મળેલું જ્ઞાન બોજારૂપ-દુઃખરૂપ થાય. (૪૨) ✩ ષપદનામકથન
‘આત્મા છે,’ ‘તે નિત્ય છે' ‘છે કર્તા નિજકર્મ'; ‘છે ભોક્તા’, વર્ષાં ‘મોક્ષ છે’, ‘મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩
અર્થ :— ‘આત્મા છે,’ ‘તે આત્મા નિત્ય છે,’ ‘તે આત્મા પોતાના કર્મનો કર્તા છે,' ‘તે કર્મનો ભોક્તા છે,' ‘તેથી મોક્ષ થાય છે,' અને ‘તે મોક્ષનો ઉપાય એવો સદ્ઘર્મ છે.’ (૪૩)
ભાવાર્થ :– આત્મા છે... ... મોક્ષનો ઉપાય સુધર્મ છે. જે ધર્મ આત્માને સંસાર પરિભ્રમણથી મુક્ત કરે તે યથાર્થ હિતકારી ધર્મ કહેવાય. (૪૩)
ષસ્થાનક સંક્ષેપમાં, ષદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
અર્થ :— એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષટ્દર્શન પણ તે જ છે. ૫૨માર્થ સમજવાને માટે જ્ઞાનીપુરુષે એ છ પદો કહ્યાં છે. (૪૪)
ભાવાર્થ :— આ ષટ્ સ્થાનક એટલે સમિતને રહેવાનાં